________________
सप्तमं पद्मम्.
તેમના પિતાજીએ પહેલા સંઘ કાઢવાનો
અભિગ્રહ લીધો હતો.
તેઓ તે પુરો કરી શક્યા ન હતા. (૫)
તેથી પિતાજીના ભક્ત
અને પિતાજીની કૃપા ઝંખતા એવા તેમના તે પુત્રે
તેમનો તે અભિગ્રહ પૂરો કર્યો. (૬)
તેમણે પૂજ્યશ્રીને
નિશ્રા આપવા માટે વિનંતિ કરી.
તેથી તેઓ પણ વિહાર કરીને રાજસ્થાન પધાર્યા. (૭)
१८०
સંઘે સારા દિવસે પ્રયાણ કર્યું. શંખેશ્વરમાં પદ્મવિજયજી ભેગા થયા
અને ત્યાંથી પૂજ્યશ્રીની સાથે આગળ ગયા. (૮)