________________
सप्तमं पद्मम्
૧૮૪
પોતાની શારીરિક પીડાને અવગણીને
તેઓ સુંદર વરે દરરોજ શ્રાવકોને
વ્યાખ્યાન આપતા. (૧૩)
તેઓ સારણા વગેરેથી
મુનિઓના યોગ-ક્ષેમ કરતા. આમ રોગથી પીડાયેલા એવા પણ તેમણે
સ્વ-પર ઉપર ઉપકાર કર્યો. (૧૪)
માથાનો દુખાવો,
કિરણોની ગરમી, ખાંસી, વમન વગેરે
પીડાઓ તેમણે સમતાથી સહન કરી. (૧૫)
રોગથી પીડાયેલા
અને પાણીમાં પલાળેલો ખોરાક વાપનારા તેઓ મુશ્કેલીથી વાપરી
અને બોલી શકતા. (૧૬)