________________
चतुर्थं पद्मम्
१०२
ક્રિયાતત્પરતાની સાધના
પાંચ સમિતિઓ
અને ત્રણ ગુપ્તિઓને મહર્ષિઓએ
જેના પ્રવચનની માતા કહી છે. (૨૮)
માતા જેમ બાળકના
પદ્ગલિક શરીરને જન્મ આપે છે, તેમ પ્રવચનમાતાઓ સાધુના
સંયમદેહને જન્મ આપે છે. (૨૯)
પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
એમના પાલનમાં અપ્રમાદી હતા, ક્યારેક ભૂલ થઈ જાય તો
પોતાને દંડ કરતા. (૩૦)
ચારિત્રનિષ્ઠ
અને ક્રિયાપરાયણ એવા તેઓ ઓઘાનું પડિલેહણ ભૂલાઈ જાય તો
આયંબિલ કરતા. (૩૧)