________________
पञ्चमं पद्मम्
१२२
ત્યાં ભાનવિજયજી મહારાજના
વૈરાગ્યસભર વ્યાખ્યાનોએ અનેક પુણ્યાત્માઓનું
જીવન બદલી નાખ્યું. (૧૩)
ત્યારે વૈશાખ સુદ ૬ ના દિવસે
મુમુક્ષુ રમણીકભાઈ દીક્ષા લઈ
મુનિશ્રી રાજેન્દ્રવિજયજી બન્યા. (૧૪)
પદ્મવિજયજી મહારાજની
રોગની પીડાઓ ત્યારે વધી ગઈ. છતા પણ તેઓ બધી ક્રિયાઓ
વિધિપૂર્વક કરતા. (૧૫)
કોઈ પણ ડોક્ટર
રોગનું નિદાન ન કરી શક્યો. પણ હરિભાઈ ડોક્ટરે
કેન્સરનું નિદાન કર્યું. (૧૬)