________________
पञ्चमं पद्मम्
११६
પાંચમુ પદ્મ
હવે તેમનું રોગી અવસ્થાનું,
સત્ત્વથી શોભતુ, વિશિષ્ટ સાધનામયા
જીવન કહીશ. (૧)
વિક્રમ સંવત ૨૦૦૬ ની સાલમાં
પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજે જિનાલચોથી શોભિત અને સુંદર એવા,
પાલિતાણા નગરમાં ચોમાસુ કર્યું. (૨)
પદ્રવિજયજી મહારાજ
ત્યારે ત્યાં તેમની સાથે જ હતા. દિવાળીના દિવસોમાં
તેમને તાવ આવ્યો. (૩)
ક્રોધને જિતનારા
પૂજ્યશ્રી ચોમાસા પછી વિશાળ પરિવાર સહિત
ભાવનગર પધાર્યા. (૪)