________________
११०
चतुर्थं पद्मम् - રોગમાં અને ઓપરેશન વખતે
ઈચ્છા વિના સેવેલા દોષોને તેઓ ગુરુમહારાજની આગળ નિર્દીને
શુદ્ધ કરતા. (૪૪)
શિષ્યપરિવાર
ગુરુમહારાજના સેવક તેઓ
શિષ્ય કરવામાં નિઃસ્પૃહી હતા. છતા પણ ગુરુમહારાજે
તેમના કેટલાક શિષ્યો કર્યા. (૪૫)
મુનિશ્રી મિત્રાનન્દવિજયજી, બુદ્ધિશાળી મુનિશ્રી હેમચન્દ્રવિજયજી,
મુનિશ્રી જગચ્ચન્દ્રવિજયજી, સરળ આશયવાળા મુનિશ્રી નદિવર્ધનવિજયજી, ગુણોથી કલ્યાણકારી મુનિશ્રી ગુણભદ્રવિજયજી,
મુનિશ્રી જયવર્ધનવિજયજી વગેરે સમતા સુખને ભોગવનારા એવા તેમના
શિષ્યો હતા. (૪૬, ૪૦)