________________
चतुर्थं पद्मम्
તેઓ પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજના
કુશળમંત્રી હતા, કેમકે પૂજ્યશ્રીનો પત્રવ્યવહાર
તેઓ સંભાળતા હતા. (૨૦)
તેમણે ગચ્છની સેવાની સાથે
સંઘની સેવા પણ કરી, કેમકે સંઘોના પ્રશ્નોના સમાધાન માટે
તેઓ મદદ કરતા. (૨૧)
તેમણે દેવદ્રવ્યના વિષયમાં
શાસ્ત્રપાઠોને એકઠા કરીને પૂજ્યશ્રી તરફથી આચાર્ય મહારાજોની સાથે
પત્રવ્યવહાર કર્યો. (૨૨)
તેઓ પ્રસંગોમાં હંમેશા
ગુરુમહારાજના જમણા હાથ હતા. તેથી તે પ્રસંગો પ્રભાવનાપૂર્વક
વિદ્ધો વિના પૂર્ણ થતા. (૨૩)