Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 9
________________ ૧૧૧૪ ] દર્શન અને ચિંતન પડેલા એવા કાઈ વિષય ભાગ્યે જ હશે કે જેનુ પુરાણામાં વર્ણન ન હોય. ધર્મ હોય કે તત્ત્વજ્ઞાન, આચાર હાય કે નીતિ, સંગીત હોય કે ચિત્ર, ભૂંગાળ હાય કે ખગોળ, ગમે તે યે; તેનું કાંઈક ને કાંઈક વ ન પુરાણામાં મળે જ. તેથી પુરાણસાહિત્ય એ વહેતી નદીની પેઠે તીસ્થાનની જેમ સ ગ્રાહ્ય થઈ પડેલ છે, લેાકયના જળના સારા અને નરસા એ અને ભાગે પુરાણસાહિત્યની વહેતી નદીમાં દાખલ થયા છે; અને એ દાખલ થયેલા ભાગે પાછા ફરી લોકહૃદ્યમાં પ્રવેશતા જ જાય છે. ઉપપુરાણે અનેક છે, પણ મુખ્ય પુરાણા અઢાર કહેવાય છે. તેની રચનાને સમય સર્વોંશે નિશ્ચિત નથી, પણ સામાન્ય રીતે એની રચના વિક્રમ સંવત પછીની મનાય છે. પુરાણાના પૌર્વોપય વિષે પણ અનેક મતા છે. છતાં વિષ્ણુપુરાણ પ્રાયઃ પ્રાચીન ગણાય છે. છ પુરાણામાં વિષ્ણુ, માં શિવ, અને છમાં બ્રહ્માની પ્રધાનતા છે. સંપ્રદાય ગમે તે હાય પણ એ બધાં પુરાણા વૈદિક છે. અને તેથી વેદ, સ્મૃતિ, યજ્ઞ, વર્ણાશ્રમધર્માં, બ્રાહ્મણુ, દેવ, શ્રાદ્ધ, આદિતે સર્વાંÂ માનનારા હોઈ તેની પ્રતિષ્ઠા સ્થાપે છે. આ કારણથી કેટલાંક પુરાણામાં પ્રસંગે પ્રસંગે વૈકિંતર સંપ્રદાયા વિષે ખૂબ વિરોધ નજરે પડે છે. ઘણી જગે!એ તે એ વિધમાં અસહિષ્ણુતાનું જ તત્ત્વ મુખ્ય સ્થાન ભોગવે છે. વૈષ્ટિતર સંપ્રદાયામાં મુખ્યપણે જૈન, બૌદ્ધ અને કવચત્ ચાર્વીક સંપ્રદાયની સામે જ પુરાણકારોએ લખ્યું છે. પણ નતાંધતા, અસહિષ્ણુતા કે દ્વેષ એ એક એવી ચેપી વસ્તુ છે કે એક વાર જીવનમાં દાખલ થયા પછી તેના ઉપયાગ કયાં કરવા કે ન કરવા એ વિવેક જ રહી નથી શકતા. આ કારણથી શું વૈશ્વિક, શુ જૈન, કે શુ ખૌદ્ધ કાઇ પણ સોંપ્રદાયના સાહિત્યમાં જેમ ઈતર સંપ્રદાય પ્રત્યે અસહિષ્ણુતા નજરે પડે છે તેમ તેમાંના કાઇ એક સંપ્રદાયના પેટાભેદો વચ્ચે પુષ્કળ -વિષ્ણુતા નજરે પડે છે. તેથી જ આપણે વૈષ્ણવ સંપ્રદાયની પ્રધાનતાવાળાં પુરાણોમાં શૈવ આદિ સંપ્રદાયે પ્રત્યે અને રાવ સપ્રદાયની પ્રધાનતાવાળાં પુરાણામાં વૈષ્ણવ આદિ અન્ય સંપ્રદાયે પ્રત્યે અસહિષ્ણુતા જોઈએ છીએ. શિવપુરાણમાં વિષ્ણુનુ પદ શિવ કરતાં હલકું સિદ્ધ કરવાના પ્રયત્ન છે, તો પદ્મપુરાણમાં રશૈવ સંપ્રદાયની લઘુતા બતાવવાના પ્રયત્ન છે. જે થોડાક નમૂનાએ આગળ આપવામાં આવે છે તે ઉપરથી પેટાભેદ પ્રત્યેની અને ઈતર સંપ્રદાય પ્રત્યેની એમ બંને પ્રકારની અસહિષ્ણુતા લક્ષ્યમાં આવી શકશે. કાઈ પણ એક કે અનેક વિધી સંપ્રદાય વિષે લખવાની અગર તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90