Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૧૭૨ ]
દર્શન અને ચિંતન આવી રીતે એ ઋષિઓ વચ્ચે મેટો વાદવિવાદ થયે અને છેવટે નિર્ણયને માટે ગુઋષિને કહેવામાં આવ્યું કે, હે મુનિસત્તમ ! તમે એ ત્રણે દેવે પાસે જાઓ અને ચોક્કસ કરીને અમને જણાવે કે એ દેવામાં કે દેવ ઉત્તમ છે.
પછી ભગુઋષિ કલાસમાં વાસ કરતા મહાદેવજીને ઘેર સૌથી પ્રથમ ગયા. ત્યાં દ્વારપાળ તરીકે બેઠેલા મહારૌદ્ર નંદિને એ ભૂગુઋષિએ કહ્યું કે તું ઘરમાં જઈને મહાદેવ(શંકર)ને ખબર આપ કે તમને મળવા માટે ભગુઋષિ આવેલા છે.
નંદિએ ભૃગુઋષિને કહ્યું કે અત્યારે તે શંકર દેવી સાથે ક્રીડા કરે છે માટે તું એને નહિ મળી શકે. જે જીવતા રહેવું હોય તે જેવો આવ્યો તે જ પાછે જ.
આ પ્રમાણે નંદિએ નકારે કર્યા છતાંય એ તપસ્વી ઋષિ શંકરને બારણે ઘણા દિવસ સુધી બેસી રહ્યા. તે પણ શંકર તે બહાર જ ન આવ્યા. છેવટે ભગુએ શંકરને નારીસંગમમગ્ન જાણીને શાપ આપ્યો કે તેનું સ્વરૂપ ચિનિલિંગ જેવું છે. એ શંકર અબ્રહ્મણ્યને પામે છે અને બ્રાહ્મણોને
અપૂજ્ય છે. જે લેકે દ્ધના ભક્ત થશે તેઓ ભસ્મ, લિંગ અને અસ્થિઓને પહેરનારા થશે, અને વેદબાહ્ય પાખંડી ગણાશે.
ત્યાંથી ભગુ બ્રહ્માની પાસે ગયા, એ વખતે બ્રહ્મા ની સાથે બેઠેલા હતા. બ્રહ્માને પ્રણામ કરીને ભગુ ત્યાં બેઠા. બ્રહ્માને ભણુએ તે પ્રણામ કર્યા પણ સામું બ્રહ્માએ ભગુને પ્રણામ તે ન કર્યો પણ કુશળપ્રશ્ન પણ ન પૂછ્યા. એથી ભગુએ બ્રહ્માને શાપ આપ્યો કે ભગુનું અપમાન કરનાર આ રાજસ પ્રકૃતિવાળા બ્રહ્મા સર્વ લેકમાં અપૂજ્ય થજો.
પછી છેવટે ભગુ વિષ્ણુલેકમાં ગયા, જ્યાં કમલાપતિ નાગશયામાં પહેલા હતા, અને લક્ષ્મીજી એમના ચરણને તળાસતાં હતાં. કમલાપતિને આ સ્થિતિમાં જોઈ ભૂગુને ક્રોધ આવ્યા અને પોતાનો ડાબો પગ એમણે વિષ્ણુની છાતી ઉપર મૂક્યું. પછી તુરત જ ભગવાન ઊઠ્યા, પિતાના હાથ વતી ભૃગુના ચરણને પંપાળવા લાગ્યા, અને બોલ્યા કે આજે જ હું ધન્ય છું કે મને તમારે ચરણસ્પર્શ થયો. પછી તે સપત્નીક વિષ્ણુએ ભગુની પૂજા કરી.
આ રીતે ત્રણે દેવને મળી આવી ભગુએ પેલા ઋષિઓને કહ્યું કે ત્રણે દેવોમાં જે કોઈ ઉત્તમ હેય તે તે એકલા વિષ્ણુ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org