Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 30
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૩પ બ્રહ્મા–તાથી પ્રાપરના અંત સુધી એટલે કળિ આવે ત્યાં સુધી એક હનુમાન જ તેની રક્ષા માટે રામની આજ્ઞાથી નિયુક્ત થયેલ છે. ત્યાં બ્રિજની તથા શ્રીમાતાની આજ્ઞા પ્રવર્તે છે. ત્યાં તેનું પઠન પાઠન, અનેક ઉત્સવો અને યજ્ઞો પ્રવર્તે છે. યુધિષ્ઠિર–શું ક્યારેય તે સ્થાનનો ભંગ થશે કે નહિ? તેમ જ “એ કે દુષ્ટ રાક્ષસોએ તે સ્થાન કયારે છક્યું? વ્યાસ–કળિ પ્રાપ્ત થયા પછી પ્રથમ જ જે બન્યું તે સાંભળ. કલિપ્રાપ્ત થયે આમ નામનો રાજા થયો, જે કાન્યકુન્જનો સ્વામિ હતું, તેમ જ નીતિજ્ઞ અને ધર્મતત્પર હતો. ધાપરને અંત હતા, હજ કળિ આવવાનો હતો, એટલામાં કળિના ભયથી અને અધર્મના ભયથી બધા દે પૃથ્વી ત્યજી નૈમિષારણ્યમાં ચાલ્યા ગયા. રામ પણ પિતાના સાથીઓ સાથે સેતુબંધ ગયા. યુધિષ્ઠિર–કાળમાં એવો તે છે ભય છે કે જેને લીધે દેવોએ રત્નગર્ભ પૃથ્વીને ત્યજી વ્યાસ–-કળિયુગમાં બધા અધર્મપરાયણ, બ્રાહ્મણદેવી, શ્રાદ્ધવિમુખ અને અસુરાચારરત થાય. જે વખતે પૃથ્વી ઉપર કાન્યકુબજાધિપ આમ રાજ્ય કરતે તે વખતે પ્રજાની બુદ્ધિ પાપથી મલિન થઈ અને તેથી વૈષ્ણવ ધર્મ ત્યજી બૌદ્ધ ધર્મ તેણે સ્વીકાર્યો. અને ક્ષપણાથી પ્રતિબોધિત થઈ એ પ્રજા તેને (આમને ) અનુસરી. એ જ કળિયુગનો ભય. તે આમની મામા નામે રાણું અતિપ્રસિદ્ધ હતી. તેને તે રાજાથી એક પુત્રી થઈ, જેનું નામ રત્નગંગા હતું. એક વખતે એ કાન્યકુમ્ભ દેશમાં દેવયોગે દેશાંતરથી દ્રસૂરિ આવ્યો. તે વખતે એ રાજકન્યા સોળ વર્ષની પણ અવિવાહિત હતી. એ ઇકરિ દાસી મારફત એ કન્યાને મળ્યો. અને શાબરી મંત્રવિદ્યા તેણને કહી. તેથી તે કન્યા શાળથી પિડાવા લાગી અને તે સૂરિના વાકોમાં લીન થઈ મોહ પામી. ક્ષપણોથી પ્રતિબધ પામી તે કન્યા જૈનધર્મપરાયણ બની. ત્યાર બાદ બ્રહ્માવર્તના રાજા કુંભીપાલને તે કન્યા આપવામાં આવી અને તે કુંભીપાલને વિવાહમાં મેહેરક (મોઢેરા ગામ) આપ્યું. તે કુંભીપાલે તે વખતે ધર્મારણ્યમાં આવી રાજધાની કરી અને જૈનધર્મ પ્રવર્તક દેવોને સ્થાપ્યા. તેમ જ બધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90