Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 64
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૬૯ અને જે થવાનું છે તે સર્વ પુરૂષ (ઈશ્વર) જ છે. જે અમૃતના સ્વામી થયેલા છે (મોક્ષ ગયેલા છે, અને જે અનથી નિર્વાહ કરે છે તે સર્વ ઈશ્વરરૂપ જ છે. એવી રીતે સર્વ એક પુરુષ (ઈશ્વર) રૂપ જ છે; તેથી કોણ કેને મારે છે માટે યજ્ઞમાં ઈચ્છા પ્રમાણે પ્રાણીઓની હિંસા કરવી અને યજ્ઞમાં યજમાને માંસનું ભક્ષણ કરવું, કારણ કે તે દેવતાના ઉદ્દેશથી કરેલું છે, અને મંત્રાદિ વડે પવિત્રિત છે.” આ પ્રમાણે ઉપદેશ આપી સગરરાજાને પિતાના મતમાં ભેળવી તેણે કુરુક્ષેત્ર વગેરેમાં ઘણા યજ્ઞો કરાવ્યા. છેડે છેડે તેને મત પ્રસરતાં તેણે રાજસૂયાદિક યજ્ઞ પણ કરાવ્યા, અને તે અસુરે યજ્ઞના કરનારાઓને યજ્ઞમાં હેમેલા પ્રાણું કે રાજ વગેરેને વિમાન પર રહેલા બતાવ્યા તેથી પ્રતીતિ આવતાં તે પર્વતના મતમાં રહીને લેકે પ્રાણિહિંસાભક યજ્ઞો નિઃશંકપણે કરવા લાગ્યા. આ બધું જોઈને મેં દિવાકર નામના એક વિદ્યાધરને કહ્યું કે, “ આ યોમાંથી બધા પશુઓને તારે હરી લેવા” એટલે મારું વચન માનીને તે યજ્ઞમાંથી પશુઓનું હરણ કરવા લાગ્યો. તે પેલા પરમાધાર્મિક અસુરના જાણવામાં આવ્યું, જેથી તેની વિદ્યાને ધાત કરવાને તે મહાકાલે યજ્ઞમાં અષભદેવની પ્રતિમા સ્થાપિત કરવા માંડી. એટલે તે દિવાકરખેચર વિરામ પામી ગયો. પછી હું ઉપાયેલીણ થવાથી શાંત થઈને બીજે ચાલ્યા ગયે.. પછી તે અસુરે માયાથી યજ્ઞમાં તત્કાલ સુલસા સહિત સગરરાજાને અગ્નિમાં હોમી દીધું. પછી તે મહાકાલ અસુર કૃતાર્થ થઈને પિતાને સ્થાનકે ગયે. આ પ્રમાણે પાપના પર્વતરૂપ તે પર્વત થકી. યાજ્ઞિક બ્રાહ્મણેએ હિંસાત્મક યજ્ઞ પ્રવર્તાવ્યા છે, તે તમારે અટકાવવા યોગ્ય છે” આવાં નારદનાં વચન અંગીકાર કરી સત્કારપૂર્વક તેને વિદાય કરીને રાવણે મસ્તરાજાને ક્ષમા આપી. [ગુજરાતી ભાષાંતર પર્વ ૭, સર્ગ ૨૭, પૃ. ૨૭ થી ૩૪ ] [ a] ઉત્તરપુરાણ મહાકાળ નામના અસુરે હિંસાપ્રધાન વેદે રચ્યા. તે વડે તેણે પર્વતનામક એક બ્રાહ્મણ દ્વારા હિંસક યજ્ઞો પ્રર્વતાવ્યા. અને તેમ કરી તે અસુરે પિતાના પૂર્વ શત્રુ સગર નરપતિ અને તેની રાણે સુલસાને હિંસામા દેરી નરકમાં પહોંચાડવાં. પર્વત એ નારદને એક વખત સહાધ્યાયી અને પાછળથી અજ શબ્દના અર્થ વિષે મતભેદ ઊઠતાં બની ગયેલ શ. અજ શબ્દનો અર્થ બકરે યજ્ઞના પ્રસંગમાં લે, એ પક્ષ પર્વતને અને તેને અર્થ ત્રણ વર્ષનું જૂનું ન ઊગે તેવું ધાન્ય, એટલે લે એ પક્ષ નારદને. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90