Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૧૮૪]
દર્શન અને ચિંતન સાહિત્યની તત્કાલીન સમગ્ર શાખાઓમાં પ્રામાણૂિંક પ્રકાંડ જૈનાચાર્ય હેમચંદ્ર પિતાના અભિધાનચિન્તામણિ કેષમાં વૈશેષિક અને ઔલૂક એ બે નામને સમાનાર્થરૂપે મૂકી તેની પાટીકામાં ઔલૂક્ય નામો ખુલાસે કરતાં વૈદિક પુરાણમાંની આખ્યાયિકાને જ કાંઈક અનુસરી કહે છે કે ઉલૂકવધારી મહેશ્વરે જે દર્શન રચ્યું તે ઔય અથવા વૈશેષિક. ૩
પરન્તુ જન ગ્રન્થમાં એ ઐક્ય દર્શન જૈનદર્શનમાંથી નીકળ્યાનું વર્ણન છે. જૈન ગ્રન્થમાં જે સાત નિહ ૨ (પ્રથમ જૈન છતાં પાછળથી જૈનમત ત્યજી તેને અપલાપ કરી જુદું મન્તવ્ય સ્થાપનારાઓ) નું વર્ણન છે, તેમાં ક્કા નિવ તરીકે થયેલ વ્યક્તિથી ઔલુક્યદર્શન નીકળ્યાની મને-- રંજક વાત નોંધાયેલી છે. એ છઠ્ઠી નિદ્ભવ થયા અને તેનાથી લૂક્યદર્શન ચાલ્યાને કાળ જેની નોંધ પ્રમાણે વિક્રમની પહેલી સદી આવે છે. આ સાંખ્યદર્શનની ઉત્પત્તિ વિશે જેન માં સૌથી પ્રાચીન વર્ણન આવશ્યકનિયંતિમાં છે એને જ સાર આ સ્થળે પરિશિષ્ટ નં. ૧ માં આપવામાં આવે છે. નિર્યુક્તિની એ જ હકીકતને આલંકારિક રૂપ આપી આચાર્ય હેમચંદ્ર પિતાના “ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર' નામના પ્રસિદ્ધ ગ્રંથમાં સવિસ્તર વર્ણવી છે. દિંગબર ગ્રંથમાં એ જ વર્ણન જૂનામાં જૂનું આદિપુરાણમાં જોવામાં આવ્યું છે. તેમાં તાંબર ગ્રંથે કરતાં થોડે ફેર છે અને તે એ કે તા. બર ગ્રંથમાં મરીચિના શિષ્ય તરીકે કપિલનો અને તેનાથી સાંખ્ય મત ફેલાયાને ઉલ્લેખ છે; જ્યારે આદિપુરાણમાં મરીચિથી જ ત્રિદંડી માર્ગ નીકળ્યાની વાત છે. તેના શિષ્ય તરીકે કપિલને નિર્દેશ જ નથી. ( હિંદી અનુવાદ પૂ૦ ૬૩)
વિક્રમના દશમા સૈકામાં થયેલા દિગંબરાચાર્ય દેવસેને પિતાના દર્શનસારમાં બૌદ્ધમતની ઉત્પત્તિનું જે વર્ણન આપ્યું છે તે અથવા તેને મળતું વર્ણન બીજા કેઈ ગ્રંથમાં અદ્યાવિ જોવામાં આવ્યું નથી તેથી એ ગ્રંથમાંના ટૂંક વર્ણનને સાર પરિશિષ્ટ મંડર માં આપવામાં આવે છે. - ૩૧ જુઓ અભિધાનચિંતામણિ કાંડ ૩, . પર૬ ની પત્ત ટીકા.. ३२ “बहुरय पएस अन्वत्त समुच्छेद दुग तिग भवद्धिया चेव । सत्तेए णिण्हगा खलु तिथम्मि उ वद्धमाणस्स" ॥८॥
–આવશ્યકતિ પૃ. ૩૧૨–૩૧૮.. ૩૩-આવશ્યકગાથા ૭૮૨, પૃ. ૩૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org