Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૯ છોડી શ્રાવતી નગરમાં ગયા. ત્યાં એક કુંભારની શાળામાં રહી વિધિવત તપ કરી છ માસમાં તેજલેશ્યા સિદ્ધ કરી અને તેની પરીક્ષા કરવા તેણે કૂવાને કાંઠે કઈ દાસીના ઘડા ઉપર કાંકરો ફેંક્યો. દાસી એ ગાળ દીધી કે તરત જ ગુસ્સે થઈ તેણે તેજલેશ્યા મૂકી દાસીને બાળી દીધી. ત્યાર બાદ તેને શ્રી પાર્શ્વનાથની પરંપરાના૩૮ અષ્ટાંગ નિમિત્તા છ સાધુઓનો ભેટે થે. તેઓ પાસેથી ગોશાલક અષ્ટાંગનિમિત્તવિદ્યા શીખ્યો. આ રીતે તેજોલેસ્યા અને નિમિત્તવિદ્યાથી સંપન્ન થઈ તે પિતાને જિનેશ્વર તરીકે જાહેર કરે પૃથ્વી પર સગવું વિચારવા લાગ્યા.
(પર્વ ૧૦, સર્ગ ૩-૪, પૃટ પર થી ૭૫.). છે. એક તરફ ગોશાલક ભગવાનથી જુદા પડ્યા પછી પિતાને સંપ્રદાય વધારવા પ્રયત્ન કરતો અને બીજી બાજુ ભગવાન સર્વસ થયા પછી પોતાનું શાસન પ્રવર્તાવતા. આમ કેટલોક વખત પસાર થશે. ગોશાલકના આજીવક સંપ્રદાયમાં એક સદ્દાલ નામક કુંભાર હતું અને તેની અગ્નિમિત્રા પત્ની હતી. એ બને ગેરાલકના ભક્ત દંપતીએ પણ ભગવાનના સત્સંગથી ગેલકમત છેડી દીધું. આ વાતની જાણ થતાં શાલક તે કુંભારને ફરી પોતાના મતમાં ખેંચવા અનેક સાંપ્રદાયિક લેકે સાથે તેને ઘેર ગયે. પણ તે સદાલ કુંભારે તેની સામે જોયું પણ નહિ. તેથી નિરાશ થઈ ગોશાલક ત્યાંથી પાછા ફર્યો.
૩૮. નિમિત્તનાં અષ્ટ અંગેનાં નામ આ પ્રમાણે છે :
(૧) ડાબી જમણું આંખ વગેરે અવયવોના ફુરણનું શુભાશુભ ફળકથન જે દ્વારા થઈ શકે છે તે અંગવિદ્યા. (૨) સ્વનનાં શુભાશુભ ફલ બતાવનાર સ્વમવિદ્યા. (૩) વિવિધ પક્ષી આદિના સ્વરે ઉપરથી ભાવિનું સૂચન કરનાર સ્વવિદ્યા. (૪) ભૂમિકંપના વિષયવાળી ભૌમવિદ્યા. (૫) તલ, મસા વગેરે ઉપરથી ફળ સૂચવનાર વ્યંજનવિદ્યા. (૬) હસ્તરેખા આદિ ઉપરથી ફલકથન કરનાર લક્ષણવિદ્યા. (૭) ઉલ્કાપાત વગેરે આકસ્મિક ધટનાઓ સાથે સંબંધ ધરાવનારી ઉત્પાતવિદ્યા. (2) ગ્રહોના અસ્ત અને ઉદય ઉપરથી લેક સ્થિતિ વિશે ભાવિ ભાખનાર અંતરિક્ષવિલા.
આ આઠ અષ્ફળ વિદ્યાઓનાં નામને સંગ્રહક આ પ્રમાણે છે – "अंग स्वप्नं स्वरं चैव भौम म्यञ्जन-लक्षणे। उत्पातमन्तरिक्षं - निमित्तं स्मृतमष्टधा ॥"
=
== =
=
=
=
=
=
=
=
=
=
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org