Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 89
________________ ૧૧૯૪ ] દર્શન અને ચિંતન કુશળ છે. રાગુપ્તે કહ્યું. શું હવે કયાંય નાશી જવું ? જે થવું હતું તે થયું, ગુરુએ કહ્યું, ત્યારે મારી પાસે સિદ્ધ બીજી સાત વિદ્યાએ છે, જે એ વાદીની ઉક્ત સાત વિદ્યાઓની અનુક્રમે પ્રતિપક્ષ (વિરોધિની) છે. તે વિદ્યા હું આપું, તુ લે, એમ કહી તેને વિદ્યા આપી. તે વિદ્યાએ આ છે માયૂરી, નકુલી, બિડાલી, વ્યાઘ્ર, સિંહી, લુકી અને ઉલાવકી. પરિવ્રાજકની ઉપર્યુક્ત સાત વિદ્યાને અનુક્રમે બાધિત કરનારી આ વિદ્યાએ આપી. તે ઉપરાંત ગુરુએ રહગુપ્તને અભિમત્રિત-૯ રજોહરણ આપી કહ્યું કે જો તે વાદી વધારે બીજો કાંઈ ઉપદ્રવ કરે તે! આ રજોહરણ માથા ઉપર ફેરવશે. એટલે તુ અજ્ય થઇ જઈશ. રાહગુપ્તે રાજસભામાં જઈ પેલા વાદીને યયેક પૂર્વ પક્ષ કરવા લલકાર્યો. વાદીએ વિચાર્યું, આ સાધુએ કુશલ હોય છે માટે ઍને સંમત હાય ઍવા જ પૂર્વ પક્ષ મારા તરફથી રજૂ કરું, જેથી એ જૈનાચાય તેનું ખંડન ન જ કરી શકે. આમ વિચારી તે ચાલાક વાદીએ પક્ષ રજૂ કર્યો કે, જીવ અને અજીવ એવી એ રાશિએ છે, કારણ કે તેમ જ દેખાય છે. આ પક્ષ સાંભળી તે સર્વથા ઇષ્ટ હોવા છતાં પણ માત્ર વાદીને પરાભવ કરવા ખાતર ચાલાક શિરામણિ રાહગુપ્તે તેની સામે વિધી પક્ષ મૂકયો. તેણે કહ્યું, જેમ ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ વિભાગ છે. તેમ પશુ વગેરે ા, પરમાણુ વગેરે અવ અને ગરાળીના તત્કાળ કપાયેલા પુચ્છ વગેરેના જીવ (જીવાવ અથવા ઇષત્વ) આાવી ત્રણ રાશિઓ છે. રાહગુપ્તની આ કલ્પનાથી નિરુત્તુર થયેલ વાદીએ ક્રોધમાં ભરાઈ પેાતાની સાત વિદ્યાઓના પ્રયાસ કર્યાં. રાહગુપ્ત અનુક્રમે વીછીને માર વડે, સાપને નેળિયા વડે શકી પોતાની બધી બાધક વિદ્યાઓના સામે પ્રયાગ કર્યો. છેવટે વાદીએ જ્યારે ગભી બનાવી ત્યારે રગુપ્તે રજોહરણ ફેરવ્યું એટલે એ ગભી ઊલટી તેના પ્રેરક વાદી તરફ જ ધસી અને તેના ઉપર મળમૂત્ર કર્યો, આખરે એ વાદી તિરસ્કાર પામી ચાર્લ્સે ગયેા. રાષ્ટ્રગુપ્તે ગુરુને બધી વાત કહી. ગુરુ વાદીને હરાવ્યા બદલ ખુશ તો થયા પણ રાગુપ્તની એક વાતને તેમણે વિરોધ કર્યો. તેમણે કહ્યું. જૈન શાસ્ત્રમાં એ રાશિના સિદ્ધાંત છે; નવરાશિ એ અપસિદ્ધાંત છે; માટે ૩૯. જૈન સાધુઓનું એક ધાર્મિક ઉપકરણ, જે જંતુઓની રક્ષાપૂર્વક રજ આદિ દૂર કરવાના કામ માટે હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90