Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 88
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૯૩ દિવસ જીવવાનો છે. આ લેસ્થાવરથી જ તારું મૃત્યુ છે અને હું તે હજી સેળ વર્ષ જીવવાનો છું.” આ સાંભળી ગોશાલક લેસ્યાદાહથી પિડાતો હાલા હલા કુંભારણને ત્યાં પિતાને ઉતારે પાછો આવ્યા ને ત્યાં સન્નિપાતગ્રસ્તની પેઠે ઉન્મત્ત થઈ અનેક ચેષ્ટાઓ કરવા લાગ્યો. પ્રથમ તો તેણે શિષ્યને કહ્યું, “મર્યા પછી મારા શરીરને ખૂબ ધામધૂમપૂર્વક કરવી આ ગ્રેવીસમા તીર્થંકર મોક્ષે ગયેલે છે એવી ઘોષણા કરી તેને અગ્નિસંસ્કાર કરજે-” પણ છેક મરણને દિવસે તેને કોઈકે શુદ્ધિ આવતાં પસ્તાવો થયો એટલે તેણે શિષ્યને ફરી કહ્યું કે, “હું કેઈ સર્વજ્ઞ કે જિન નથી. હું તે ખરેખર મંખલિપુત્ર અને ભગવાન મહાવીરનો જ શિષ્ય છું. મેં લેકેને આડે રસ્તે દેય છે. તેથી મરણ બાદ મારા રારીરને પગે દોરડી બાંધી ભૂડી રીતે ગામમાં ઘસડજો. અને મારા દંભની ખરી હકીકત જાહેર કરવા સાથે મારા શરીર ઉપર તિરસ્કાર દાખવજે.” એમ કહી તે મૃત્યુ પામે અને નરકે ગયો. પાછળથી શિષ્યોએ ગુરુની આજ્ઞા પાળવા ખાતર મકાન બંધ કરી થાવસ્તીનું ચિત્ર ખેંચી તેમાં ગોશાલકના શબને તેના કહ્યા મુજબ ફેરવી પ્રતિજ્ઞાનું પાલન કર્યું અને પછી ભક્તોએ મહેસવપૂર્વક તેને અગ્નિસંસ્કાર કર્યો. પર્વ ૧૦ મું. સર્ગ , ગૂજરાતી અનુવાદ પાનું ૧૪૪ થી ૧૯૪) પરિશિષ્ટ નં ૪ ગુપ્ત નામના એક જૈનાચાર્ય પિતાના રોહગુપ્ત નામક શિષ્ય સાથે અંતરંજિકા નગરીમાં હતા. દરમિયાન કોઈ પરિવ્રાજક ત્યાં આવ્યું. એણે પિટ ઉપર લેટાને પાટો બાંધ્યો હતો અને હાથમાં જાંબુડાના ઝાડની ડાળી રાખી હતી. તે કહે કે પિટમાં જ્ઞાન સમાતું નથી માટે એ પાટો છે ને જંબદ્વીપમાં કઈ મારી બરાબરી કરે તેવો નથી એ સુચવવા આ જંબુક્ષની શાખા છે, તેણે ગામમાં ઘોષણા કરી હતી કે બધાં દર્શને શુન્ય છે, મારા, જેવો કઈ બીજો એકે દર્શનમાં નથી. એ કારણથી પેટ બાંધેલું અને હાથમાં શાખા રાખેલી તેથી લોકોમાં તે પોશાલ' નામે પ્રસિદ્ધ થશે. ' હગુપ્ત નગરીમાં દાખલ થતી વખતે એ ઘણું સાંભળી અને ગુરુને પૂછથા સિવાય જ તેની સાથે વાદમાં ઊતરવાનો નિશ્ય કરી એ ઘેષણાપટતું ત્યાં જ અટકાવ્યું. ગુએ એ વાત જાણી ત્યારે રોહગુપ્તને કહ્યું કે તેં ચોગ ન કર્યું. કારણું એ વાદી હારશે તોપણ પાછા સામે થશે. એ સાતવીંછી, સર્પ, ઉંદર, મૃગી, વરાહી, કાક, અને શકુનિકા વિગેરે-વિદ્યાઓમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90