Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 90
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ 115 તારે વાદીને પરાજિત કર્યા પછી રાજસભામાં એ વાત પ્રગટ કરવી હતી. હજી પણ તું એ ભૂલ કબૂલ કર. રહગુપ્ત તર્ક અને હઠના બળથી પિતાને નોજીવ પક્ષ મજબૂત રીતે ગુરુ સામે જૈન સિદ્ધાંતરૂપે સ્થાપવા યત્ન કર્યો અને ગુરુએ કરેલ તેને નિષેધ કઈ પણ રીતે ન સ્વીકાર્યો. આ જોઈ જાહેરમાં જ તેને અપ્રામાણિક ઠરાવવા ગુરૂએ રેહગુપ્ત સાથે રાજસભામાં ચર્ચા શરૂ કરી. છ માસની લાંબી ચર્ચા પછી દરેક શ્રોતાને કંટાળો આવેલ જોઈ ગુએ ચર્ચાને અંત આણવા વ્યવહારુ યુક્તિ છે. તે એ કે જ્યાં જગતમાંની સર્વ વસ્તુઓ અવશ્ય મળી શકે તેવી દુકાને જઈ નો જીવ વસ્તુની માંગણી કરવી, જે હશે તે મળશે અને નહીં હોય તે દુકાનદારને પાડશે. જે ના પાડે તે નો જીવરાશિ નથી એમ સમજવું. તે પ્રમાણે કરતાં જીવરાશિ તેવી દુકાને ન મળી એટલે ગુપ્તનું કથન :મિયા સિદ્ધ થયું; અને ગુરુ શ્રીગુપ્તને પક્ષ સત્ય સિદ્ધ થયો. અંતે ગુરૂને રાજા અને સભાએ સાકાર કર્યો. જૈનશાસનની પ્રશંસા થઈ રહગુપ્ત અપમાનિત થશે. તેણે છેવટે આગ્રહવશ એક દર્શન પ્રર્વતાવ્યું; એ દર્શન તે વૈશેષિક. એમાં તેણે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એવા છ પદાર્થો પ્રરૂપ્યા. રહગુપ્ત ઉલૂક ગાત્રને હતિ અને છ પદાર્થને પ્રરૂપક થયે તેથી તેનું બીજું નામ રૂટૂ પણ કહેવાય છે. તેણે પ્રવર્તાવેલું શેષિક દર્શન તેની શિષ્યપરંપરા વડે આગળ જતાં વધારે ખ્યાતિ પામ્યું. વિશેષાવશ્યકભાષ્ય, ગા. 24 પર થી આગળ (પૃ. 981) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90