Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧] હિન્દુસ્તાનની જનતા એમ માને છે અને દાવો કરે છે કે દુનિયામાં બીજી કઈ પ્રજા એમને જેટલી ધાર્મિક નથી, અને ધર્મને વારસો એમના જે અને એટલે બીજી કોઈ પ્રજાને મળ્યો નથી. જે આ માન્યતા સાચી હાય—અને અમુક અંશમાં તે સાચી છે જ–તે પ્રશ્ન થાય છે કે જેનાથી અકલ્યાણનો કશે જ સંભવ નથી, જેનું પાલન એ તેના પાલન કરનારને રહ્યું છે, નીચે પડતા અટકાવે છે, તેવા ધર્મને વાર મળ્યા છતાં હિન્દુસ્તાનની પ્રજા પામર કેમ છે ? આ પ્રશ્ન સાથે જ નીચેના પ્રશ્નો ઉદભવે છે? શું ધાર્મિકપણ વાર મળ્યા વિષે હિન્દુસ્તાનની પ્રજાને દા એ એક ભ્રમ જ છે? અથવા ધર્મની જે અમોઘ શક્તિ માનવામાં આવે છે તે કલ્પિત છે ? અથવા બીજું એવું કોઈ તત્વ ધર્મ સાથે મળી ગયું છે કે જેને લીધે ધર્મ પિતાની અમોઘ શક્તિ પ્રમાણે કામ કરવાને બદલે ઊલટો પ્રજાના અધઃપાતમાં નિમિત્ત બને છે? ઉપનિષદનું અત તત્વજ્ઞાન, જૈન ધર્મનાં તપ અને અહિંસાના અનુછાન, તથા બૌદ્ધ ધર્મને સામ્યવાદ આ પ્રજાને વારસામાં મળ્યાં છે. એ બીના એતિહાસિક હોવાથી તેને ધાર્મિકપણાના વારસા વિષે દાવે છે નથી જ. કલ્યાણ સાધવાની ધર્મની અમોઘ શક્તિ સાચી હોવાની સાબિતી પ્રાચીન અને અર્વાચીન અનેક મહાપુરુષોના ખરા જીવનથી મળે છે. ઉત્તરના આ બે અંશે જે વાસ્તવિક હેય તે છેવટના પ્રશ્નને જ ઉત્તર વિચારવાને બાકી રહે છે. એને વિચાર કરતાં અનેક પુરાવાઓ ઉપરથી આપણને એમ માનવાને કારણે મળે છે કે કોઈ બીજા એવા અનિષ્ટ તત્ત્વના મિશ્રણને લીધે જ ધર્મની સાચી શક્તિ કુંઠિત થઈ ગઈ છે. અને તેથી તે ઇષ્ટ સાધવાને બદલે ભયાનક અનિષ્ટ સાધતી દેખાય છે. એ બીજી અનિષ્ટ તત્ત્વ કર્યું ? અને જે પુરાવા ઉપરથી ઉપરની માન્યતા બાંધવાને કારણે મળે છે તે પુરાવાઓ કયા? એ બતાવવું એ પ્રસ્તુત લેખને ઉદ્દેશ છે. ધર્મની શક્તિને તેના વાસ્તવિક રૂપમાં કામ કરતી કુંઠિત કરીને તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 90