Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
| ૧૧૧૪ ગૌરવ ઘટાડવાની પુરાણકારોની પદ્ધતિ મુખ્યપણે એક જ ફળદ્રુપ કલ્પનાને આભારી છે. તે કલ્પના એ છે કે કોઈ બે પક્ષ લહે, તેમાંથી એક હારે. હારનાર પક્ષ વિષ્ણુઆદિ પાસે મદદ મેળવવા જાય; એટલે વિષ્ણુઆદિ દેવો જીતનાર પક્ષને નિર્બળ બનાવવા તેના મૂળ (વૈદિક) ધર્મથી ભ્રષ્ટ કરી અવૈદિક ધર્મ સ્વીકારાવવા માયા પ્રગટાવે. છેવટે જીતનાર પક્ષને અવૈદિક ધર્મ દ્વારા. નિર્બળ બનાવી લડાઈમાં બીજા પક્ષને વિજય અપાવે. અને એ રીતે અવૈદિક ધર્મો પ્રથમ વિજયી પણ પછી પરાજિત પક્ષની નિર્બળતાના સાધનરૂપે. અસ્તિત્વમાં આવે. આ કપનાને ઉત્પાદક ગમે તે હોય પણ તેને ઉપયોગી પુરાણોમાં જુદે જુદે રૂપે થયેલ છે. પ્રસંગ બદલી, વક, શ્રોતા - અને પાત્રના નામમાં પરિવર્તન કરી ઘણેભાગે એ એક જ કલ્પાનો ઉપયોગ જૈન, બૌદ્ધ આદિ અવૈદિક ધર્મોની ઉત્પત્તિની બાબતમાં પુરાણકારોએ કરેલ છે.
૧. પહેલાં વિષ્ણુપુરાણ લઈએ. તેમાં મેત્રેય અને પરાશર વચ્ચે સંવાદ મળે છે. એ સંવાદમાં જૈન અને બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ જણાવવામાં આવી છે. મિત્રેય પરાશરને પૂછે છે કે નગ્ન એટલે શું ? એને ઉત્તર આપતાં પરાશરે દેવાસુરયુદ્ધને પ્રસંગ લઈ નગ્નની વ્યાખ્યા આપી છે. તેણે કહ્યું છે કે જ્યારે દેવો હાર્યા અને અસુરે જય પામ્યા ત્યારે વિષ્ણુએ અસુરને નબળા પાડવા તેઓનું વેદધર્મરૂપ કવચ છીનવી લેવા એક માયાહ ઉત્પન કરી તેની મારફત જૈન અને બૌદ્ધ આદિ વેદબાહ્ય ધર્મો અસુરમાં દાખલ કરાવ્યા. એ વેદભ્રષ્ટ થયેલા અસુરે જ નગ્ન. પરાશરે એ નગ્નના સ્પર્શ માત્રમાં સખત દોષ બતાવી આગળ જતાં તેની સાથે વાતચીત કરવામાં પણ કેટલે મહાન દોષ લાગે છે તે જણાવવામાં એક શતધનુ રાજા અને શબ્દા રાણીની પુરાતન આખ્યાયિકા આપી છે.
૨. મત્સ્યપુરાણમાં રજિરાજાની એક વાત છે. તેમાં પણ દેવાસુરયુદ્ધને પ્રસંગ આવે છે. એ પ્રસંગમાં રજિની સેવાથી પ્રસન્ન થઈ ઈન્દ્ર પોતે તેને કૃત્રિમ પુત્ર બને છે, અને તેના રાજ્યને વારસો મેળવે છે. રજિના સાચા સો પુત્રે ઇન્દ્રને હરાવી તેનું સર્વસ્વ છીનવી લે છે. એટલે ઈન્દ્રની પ્રાર્થનાથી બૃહસ્પતિ પેલા સે રાજપુત્રોને નબળા પાડવા તેઓમાં જૈન ધર્મ દાખલ કરે છે અને તેઓને મૂળ વેદધર્મથી ભ્રષ્ટ કરી નાખે છે. એટલે ઇન્દ્ર એ રાજપુત્રોને હણું પિતાનું સ્વત્વ પાછું મેળવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org