Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૧૨૨
દર્શન અને ચિંતન
હાય તે જીતશે એમ અહ્માએ જવાબ આપ્યા. છેવટે દેવએ રજિને પેાતાની તરફ મેળવ્યા. રજિએ દેવાતું એવુ કામ કર્યું કે તેથી ઇન્દ્ર પ્રસન્ન થઈ રાતે જ તેનો પુત્ર બન્યા. પછી રજિ ઈન્દ્રને રાજ્ય સોંપી તપ માટે નીકળી ગયા. પાછળથી પેલા સા રજિના પુત્રએ ઇન્દ્રનો વૈભવ, યજ્ઞભાગ અને રાજ્ય એ બધું છીનવી લીધું. તેથી ઇન્દ્રે દુઃખી થઈ વાચસ્પતિ પાસે જઈ રજિપુત્રા વિશે કરિયાદ કરી, અને સહાયતા માંગી.
બૃહસ્પતિએ ગ્રહશાંતિ અને પૌષ્ટિક કદ્રારા ઇન્દ્રને બલિષ્ઠ બનાવી વેબાહ્ય જૈનધર્મના આશ્રયથી તે રજિપુત્રાને માહિત કર્યો. બૃહસ્પતિએ અધા રજિપુત્રાને વેદત્રયષ્ટ કર્યો એટલે ઇન્દ્રે તે વેખાદ્ય અને હેતુવાદી એવા રજિપુત્રાને વજ્રથી હણી નાખ્યા. ( મત્સ્યપુ. આનંદાશ્રમ અ૦ ૨૪. શ્લા ૨૮-૪૮.)
અગ્નિપુરાણ
અગ્નિ કહે છે—પાઠક અને શ્રવણ કરનારને લાભદાયક એવા મુદ્દાવતાર હવે કહીશ. પહેલાં દેવા અને અસુરાનું યુદ્ધ થયેલું. તેમાં દેવા હાર્યો. જ્યારે રક્ષની ઈચ્છાથી દેવે ઈશ્વર પાસે ગયા ત્યારે ઈશ્વર પોતે માયામેહરૂપી શુદ્ધોદનપુત્ર અન્યા.
એ શુદ્ધોદનપુત્રે દૈત્યોને વેધમ છોડાવી માહિત કર્યો. વેધમ ત્યજેલ બધા દૈત્યો. એ જ બૌદ્ધો. ઔદ્દોથી બીજા પણ વેદબાહ્ય થયા. તે જ માયામાહ શુદ્ધૌદનપુત્રનું રૂપ છેડી આર્હત થયા, અને ખીજાને. આર્હત બનાવ્યા. આ રીતે બધા વૈવિમુખ પાખડીઓ થયા, અને તેઓએ નરક યોગ્ય કામો કર્યો ! (આનંદાશ્રમ. . ક્ષેા. ૧–૪).
વાયુપુરાણ
બૃહસ્પતિ——વ્યવસ્થિત શ્રાદ્ધને નગ્નાદિ જોવા ન પામે, કારણ કે તેની દૃષ્ટિએ પડેલી વસ્તુ પિતામહેાને પહોંચતી નથી.
શંયુ——હૈ દ્વિજવર ! નગ્નાદિ એટલે શું? એ મને યથાર્થ અને નિશ્ચિત
કહે.
બૃહસ્પતિ કહે છે કે સ ભૂતાનું આચ્છાદન એ વેદત્રયી. જે ોિ વેદત્રયી ત્યજે છે તે નગ્ન.
પ્રથમ દેવાસુરાના યુદ્ધમાં હારેલા અસુરાએ બ્રાહ્મણ આદિ ચાર વર્ણોને પાખડી કર્યાં, એ પાખડસૃષ્ટિ બ્રહ્માએ કરી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org