Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૪૫
ભિક્ષુ-રે ક્ષણુક ! શાસ્ત્રની વાત પણ જાણે છે? ભલે, જરા વાર પ્રતીક્ષા કરું છું. ( પાસે જઈ ને શું પૂછે છે?
ક્ષપણુક——કહેને જરા, ક્ષણમાત્રમાં નાશ પામનાર એવા તું શાને માટે આ વ્રત ધારણ કરે છે?
ભિક્ષુ~ ૢ ! સાંભળ. અમારી સંતતિમાં પડેલા, કોઈ વિજ્ઞાનરૂપ બીજો, વાસના નષ્ટ કરી મુક્ત થશે.
ક્ષપણ——કાઈ પણ મન્વંતરમાં કાઈ પણુ મુક્ત થશે ! તેથી હમણાં નષ્ટ થયેલા એવા તારા ઉપર તે કેવા ઉપકાર કરશે? ખીજું પણ પૂછું છું. તને આવે ધર્મ કાણે ઉપદેશ્યો છે?
ભિક્ષુ—અવસ્ય સર્વજ્ઞ ખુદ્દ ભગવાને આ જ ધર્મ ઉપદેશ્યો છે. ક્ષપણુક—અરે, અરે! મુદ્દે સત છે એમ તે શી રીતે જાણ્યું ? ભિક્ષુ---અરે, તેના આગમે!થી જ ખુદ્દે સર્વજ્ઞ છે એમ સિદ્ધ છે. ક્ષપણુક--હું ભાળી બુદ્ધિના ! જો તેના જ કથનથી તેનું સર્વજ્ઞપણું તું માને છે તે તુ પણ બાપદાદાએ સાથે સાત પેઢી થયાં અમારા દાસ છે એ હું પણ જાણું છું.
ભિક્ષુ ક્રોધથી ) હે દુષ્ટ પિશાચ ! મેલના કાદર ધારણ કરનાર ! કાણુ, હું તારા દાસ?
ક્ષપણુક—હે વિહારની દાસીએના યાર ! દુષ્ટ પરિત્રાજક ! આ દૃષ્ટાંત મે જણાવેલ છે. તેથી તને પ્રિય કાંઈક વિશ્વસ્તપણે કહુ છું. મુદ્દનુ શાસન ત્યજી આહુત શાસનને અનુસરી દિગમ્બરમતને ધારણ કર.
ભિક્ષુ—અરે ! પોતે નષ્ટ થયા. હવે ખીજાઓને નષ્ટ કરે છે ? એવો કાણુ સારા માણુસ છે કે શ્રેષ્ઠ સ્વરાજ ખેડી તારી પેઠે લેકમાં નિદાપાત્ર પિશાચપણાને અે ? વળી,અરિહાના ધર્મજ્ઞાનની પણ શ્રદ્ધા કાણુ રાખે છે?
ક્ષપણુક—ગ્રહ-નક્ષત્રાની ગતિ અને સૂર્ય, ચંદ્ર-ગ્રહણનું તાત્ત્વિક જ્ઞાન, તેમ જ નષ્ટ વસ્તુની પ્રાપ્તિનું સંધાન એ જોવાથી ભગવાનનું સર્વોત્તપણુ સાબિત જ છે.
ભિક્ષુ-અનાદિ કાળથી ચાલતા જ્યેાતિના જ્ઞાનથી ઠંગાયેલ ભગવાને આ અતિ દુ:ખદ વ્રત આચર્યું છે. દેહપ્રમાણ જીવ, સંબંધ વિના ત્રણે લોકને કેવી રીતે જાણે છે? શું સુંદર ઝાળવાળા ઘટમાં મૂકેલા દીવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org