Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 52
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગદર્શન વર્ણનું જન્મસિદ્ધ શ્રેષ્ઠવ એ પણ મતભેદની મુખ્ય બાબતે થઈ પડી છે. વૈદિક દર્શન સાથે જૈન દર્શનની પેઠે બૌદ્ધ દર્શનને પણ આ ત્રણ બાબત પરત્વે મતભેદ છે જ. વેદના પ્રામાણ્ય વિશે બૌદ્ધો અને જેનેને સમાન મતભેદ હોવા છતાં તેમાં થોડો તફાવત પણ છે, અને તે એ કે જ્યારે જૈન ગ્રંથ હિંસાપ્રધાન વર્તમાન વેદોને કલ્પિત માની તેની ઉત્પત્તિ પાછળથી માને છે અને અસલી વેદો લુપ્ત થયાનું કહે છે, ત્યારે બોદ્ધો એ વિષયમાં કશું કહેતા હોય એમ અદ્યાપિ જણાયું નથી. યજ્ઞોમાં ચાલતી પશુહિંસાને વિરોધને વખત આવતાં જ બ્રાહ્મણ વર્ણના જન્મસિદ્ધ શ્રેષ્ઠ અને વિના પ્રામાણ્ય પ્રશ્ન ઉપસ્થિત છે. બ્રાહ્મણ એ માત્ર જન્મથી ઉચ્ચ નથી, ‘ઉચ્ચતાને આધાર ગુણ-કર્મની યોગ્યતા છે. ચંડાળકુલમાં જન્મેલ પણ શ્રેષ્ઠ ગુણધર્મ વડે બ્રાહ્મણ જેટલો ઉચ્ચ હૈઈ શકે—એ જાતનું વૈદિક બ્રાહ્મણ પ્રત્યે થયેલું જૈનોનું આક્રમણ આપણે ઉત્તરાધ્યયન નામક જેન આગમના હરિકેશબલ નામક બારમા અધ્યયનમાં જઈએ છીએ. એ જ આગમન યજ્ઞીય નામક પચીસમા અધ્યયનમાં પણ તે જ જાતનું આક્રમણ છે. ધર્મભાર્ગમાં દરેક વર્ણને સમાન અધિકાર સ્થાપવા જતાં જેનોને લેકેમાં રૂઢ થયેલ બ્રાહ્મણવર્ણની જન્મસિદ્ધ ઉચ્ચતાને વિરોધ કરે પડયો. ઉચતાભમાની બ્રાહ્મણેએ જનેને યજ્ઞનિંદક, બ્રાહ્મણનિંદક કહી લેકેમાં વગેવવા માંડ્યા. આ સંઘર્ષણ બહુ વધ્યું. ક્ષત્રિયકુલ એ બ્રાહ્મણુકુલ કરતાં ચડિયાતું છે એ આશય જેનોના પ્રસિદ્ધ ગ્રંથ કલ્પસૂત્રમાં પ્રસંગે જે વર્ણવાય છે તેને આ સંઘર્ષણનું પરિણામ ઘણું વિધાન માને છે. ગમે તેમ હો, પણ બ્રાહ્મણ વર્ણની પ્રાચીનતા વિરુદ્ધ ચર્ચા બહુ વધી. ' બ્રાહ્મણે વેદને આધારે એમ મનાવવા પ્રયત્ન કરતા કે “બ્રહ્માના મુખથી સર્વપ્રથમ બ્રાહ્મણો ઉત્પન્ન થયા ને ત્યાર બાદ અન્ય અંગેથી બીજ વણે; માટે ઈતર વણે કરતાં બ્રાહ્મણે જેમ પ્રાચીન તેમ પૂજ્ય પણ છે” ત્યારે એની સામે જેને એમ કહેવા લાગ્યા કે ક્ષત્રિયાદિ ત્રણ વર્ણની સૃષ્ટિ પ્રથમ થઈ અને બ્રાહ્મણવર્ણ તે પાછળથી એ ત્રણ વર્ગોમાંથી જ ઉત્પન્ન કરવામાં આવ્યું. જેને આ પક્ષ વેતાંબર અને દિગંબર બન્નેના ગ્રંથમાં યુક્તિ અને વિવિધ કલ્પનાઓના મિશ્રણપૂર્વક વર્ણવવામાં આવ્યો છે. આ વર્ણન શ્વેતાંબરીય આગમ અને ચરિત અને સાહિત્યમાં છે, અને દિગબરીય માત્ર ચરિતસાહિત્યમાં છે. આગમ સાહિત્યમાં આ વર્ણન માટે નિર્યુક્તિ, ભાષ્ય આદિ ચારે જાતનું આવશ્યકત્ર ઉપરનું વ્યાખ્યાસાહિત્ય મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90