Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 81
________________ ૧૧૮૧]. દર્શન અને યિતન ડાને ધારણ કરીશ. એ અઢાર હજાર શીળના અંગે યુક્ત એવા શિયળબ્રહ્મચર્ય–વડે અતિસુગંધિત છે અને હું તેથી રહિત હોવાને લીધે દુર્ગધવાનો છું તેથી ચંદનાદિકને ગ્રહણ કરીશ. એ શ્રમણે મેહરહિત છે અને હું મેહથી આવૃત્ત છું તેથી તેના ચિહ્નરૂપ છત્રને મસ્તક ઉપર ધારણ કરીશ. એઓ નિષ્કષાય હેવાથી શ્વેત વસ્ત્રને ધરનાર છે અને હું કષાયથી કલુષ હોવાને લીધે તેની સ્મૃતિને માટે કષાય રંગના વસ્ત્ર ધારણ કરીશ. એ મુનિઓએ પાપથી ભય પામી ઘણું જીવવાળા સચિત્ત જળનો ત્યાગ કર્યો છે, પણ મારે તે પરમિત જળથી સ્નાન અને પાન કરવાનું છે. એવી રીતે પોતાની બુદ્ધિથી, પિતાનું લિંગ કલ્પી તેવો વેષ ધારણ કરી મરીચિ ઋષભદેવ સ્વામીની સાથે વિહાર કરવા લાગ્યો. ન વેષ કલ્પી તે પ્રમાણે ત્રિદંડી પરિવ્રાજક થઈ એ મરીચિ ભગવાન ઋષભદેવ સાથે જ વિચરતે. તેનું નવું રૂપ જોઈ ઘણું લેકે કૌતુકથી તેની પાસે આવતા; તે ઉપદેશ તે જન આચારને જ કરતે. જ્યારે કોઈ પૂછતું કે તમે જેન આચારને શ્રેષ્ઠ વર્ણવે છે તો પછી આ ને શિથિલાચાર શા માટે ધારણ કર્યો છે? મરીચિ પિતાની નિર્બળતા કબૂલતો અને ત્યાગના ઉમેદવારને ભગવાન હષભદેવ પાસે જ મોકલો. ક્યારેક એમ બન્યું કે તે બહુ બીમાર પડ્યો પણ તેની સેવા કરનાર કેઈ ન હતું, જે સહયારી સાધુઓ હતા તે તદ્દન ત્યાગી હોવાથી આ શિથિલાચારીની સેવા કરી શકતા નહીં. તેમજ મરીચિ પોતે પણ તેવા ઉત્કટ ત્યાગી ઓ પાસેથી સેવા લેવા ઈચ્છો નહીં. કાળક્રમે તે સાજો થશે. - એકવાર કપિલ નામને રાજપુત્ર આવ્યો, તેણે ભગવાનને ઉપદેશ સાંભળ્યો પણ દુર્ભવ્યતાને લીધે તેને એ પસંદ ન આવ્યો. કપિલ મરીચિ પાસે આવ્યો અને તેના તરફ ઢળ્યો. પ્રથમના બીમારીના અનુભવથી ખેંચાઈ મરીચિએ કપિલને પિતાને લાયક ધારી શિષ્ય બનાવ્યું. શાસ્ત્રના તાવિક અર્થજ્ઞાન વિનાને એ કપિલ મરીચિએ બતાવેલ ક્રિયામાર્ગમાં રત થઈ વિચરતે. એણે આસુરી અને બીજા શિષ્ય બનાવ્યા અને શિષ્ય તથા શાસ્ત્રના અનુરાગને લીધે તે ભય પછી બ્રહ્મકમાં ઉત્પન્ન થયું. તેણે ત્યાં ઉત્પન થતાં; વેંત જ વિશિષ્ટ જ્ઞાનથી પિતાને પૂર્વભવ જાણું વિચાર્યું કે મારે કઈ શિષ્ય કાંઈ જાણતા નથી. તેથી એને તત્ત્વને હું ઉપદેશ કરું, એમ વિચારી તેણે આકાશમાં છૂપી રીતે રહી અવ્યક્ત (પ્રધાન) થી વ્યક્ત (બુદ્ધિતત્ત્વ) પ્રકટ છે, ઈત્યાદિ ઉપદેશ આપે તેથી વષ્ટિતંત્ર (સાંખ્યશાસ્ત્રવિશેષ) થયું. . આવશ્યક વૃ૦ નિયુક્તિ ગા૦ ૩૫૦ થી ૪૩૯, પૃ. ૧૫૩ થી-૧૦૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90