Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 80
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૮ આજીવકમત અને તેના નાયક, ગોપાલક વિશે ભગવતી, ઉપાસકદશા, આવશ્યકતિ આદિ ગ્રંથમાં વર્ણન છે તે બધાને સંગ્રહ આચાર્ય હેમચંદ્ર * ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર 'ના દશમ પર્વમાં કર્યો છે. જો કે એ સંગ્રહ બહુ વિસ્તૃત છે અને તેમાં અનેક સ્થળે અશ્લીલ જેવું વર્ણન પણ આવે છે. પરંતુ આ સ્થળે તેમાંથી જરૂર પૂરતે ટૂંક સાર તારવી તેમાંથી અશ્લીલતા ઓછી કરી પરિશિષ્ટ નં. ૩ માં આપવામાં આવે છે. વૈશેષિક દર્શનની ઉત્પત્તિની કથા સૌથી પહેલાં આવશ્યક નિર્યુક્તિ (ગા. ૭૮૦) માં નોંધાયેલી છે. તેને વિસ્તાર તેની વૃત્તિમાં અને વિશેષા. વસ્યક ભાષ્યમાં સેંધાયેલ છે. આ સ્થળે વિશેષાવશ્યક ભાષ્યના એ ભાગને સાર પરિશિષ્ટ નંબર ૪ માં આપવામાં આવે છે. શ્રેરાશિક સ્થાપનામચી વૈશેષિક મત પ્રવર્તાવનાર સેહગુપ્તના સંબંધ વિશે બે પરંપરાઓ મળે છે. એક પરંપરા પ્રમાણે એ આર્યસ્થૂલિભદના શિષ્ય આર્યમહાગિરિને શિષ્ય થાય, અને બીજી પરંપરા પ્રમાણે તે શ્રીગુપ્તનામના આચાર્યને શિષ્ય થાય. આ બને પરંપરાઓ ઉપાધ્યાય વિનયવિજ્યજીએ પિતાની સુબોધિકા નામક કલ્પ. સત્રની ટીકામાં નોંધી છે. --અષ્ટમ વ્યાખ્યાન પૃ૦ ૧૬૫. પરિશિષ્ટ નં. ૧ ભરત ચક્રવર્તીને મરીચિ નામે પુત્ર પોતાના પિતામહ રૂષભદેવ ભગવાન પાસે દીક્ષા લઈ તેમની સાથે વિચારવા લાગ્યું. તે શ્રતધર હતે. એક વાર ઉનાનાની સખત ગરમીમાં તે બહુ ગભરાયો. તેને એક બાજુ સાધુનો કઠિન માર્ગ છોડી ઘરે પાછા જવાનો વિચાર થયે ને બીજી બાજુ પિતાના કુલિનપણાના ખ્યાલથી તેને દીક્ષાનો ત્યાગ કરવામાં બહુ જ શરમ આવવા લાગી. છેવટે તેણે એ મૂંઝવણમાંથી વચલે માર્ગ કાઢ્યો. તેણે પિતાની બુદ્ધિથી એક એ ન વેષ કળે અને ન આચાર ઘડ્યો કે જેથી ત્યાગમાર્ગ સચવાઈ રહે અને જૈન આચારની કઠિનતા પણ ઓછી થાય. વેષ અને આચાર બદલતી વખતે તેણે જે વિચાર કર્યો તે આ પ્રમાણે ભગવાનના આ સાધુઓ મનદડ, વચનદંડ અને કાયદંડને જીતનારા છે અને હું તે તેઓથી જિતાયેલે છું માટે હું ત્રિદંડી થઈશ. એ શ્રમણે કેશ લેસ અને ઇન્દ્રિયને જ કરી મુંડ થઈને રહે છે અને હું સુરથી મુંડન કરાવી શિખાધારી થઈશ. એઓ સ્થૂળ અને સૂક્ષ્મ પ્રાણુઓના વધાદિકથી વિરત થયેલા છે અને હું ફક્ત સ્થળ પ્રાણ ઓને વધ કરવાથી વિરત થઈશ. એ મુનિઓ અકિંચન થઈને રહે છે અને હું સુવર્ણમુદ્રાદિક રાખીશ. એ ઋષિઓએ જોડાનો ત્યાગ કરે છે અને હું છપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90