Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 87
________________ ૧૧૯ ] દર્શન અને ચિંતન વળી કયારેક શ્રાવસ્તી નગરીમાં ભગવાન અને શાલક બને આવી ચડ્યા. ગોશાલક હાલાહલા નામની કુંભારણને ત્યાં ઊતર્યો હતો. તેની અરિહંત' તરીકેની ખ્યાતિથી અંજાઈ ભેળા લેકે તેની પાસે આવતા. ભગવાનના મુખ્ય શિષ્ય ગૌતમે ગામમાં ગોશાલકની સર્વજ્ઞ તરીકેની ખ્યાતિ સાંભળી પિતાના ગુરુ વીર ભગવાનને એ બાબત પૂછ્યું: ભગવાને કહ્યું. “તે સર્વ નથી–મેં જ તેને દીક્ષા આપી છે. એ અસવા છતાં છળથી પોતાને સર્વ અને જિન કહે છે.” ભગવાનની આ વાત શહેરમાં ચોમેર પ્રસરતાં ગશાલકને કોને પણ આવી તેથી તે બહુ ગુસ્સે થયે. દરમ્યાન ભગવાનને આનંદ નામને એક શિષ્ય તેની નજરે પડ્યો. તેને ગોશાલકે કહ્યું, “આનન્દ! તારે ગુરુ મારી નિન્દા કરે છે. તે મારી શક્તિ જાણ નથી. હું તેને સપરિવાર બાળી નાંખીશ. માત્ર તને જીવત છેડીશ. તે ઉપર એક દષ્ટાંત કહું તે સાંભળ– કોઈ પાંચ વાણિયાઓ વ્યાપાર માટે પરદેશ જતાં નિર્જળ વનમાં તરસ્યા થયા. પાણી શોધતાં એક પાંચ શિખરવાળે રાફડે મળ્યો. તે ફોડતાં અનુક્રમે તેમાંથી પાણી, તાંબાનાણું, રૂપાનાણું, સોનાનાગું એ ચાર વસ્તુઓ ચાર શિખરમાંથી નીકળી. પણ લેભવશ પાંચમું શિખર ફેડતાં ઉગ્ર સર્ષ નીકળ્યો. તેણે એ પાંચ વણિકમાંથી સતિષી પ્રથમ વણિકને જીવતે છોડી બાકીના ચાર લેભાને વિષજવાળાથી ભસ્મ કરી નાંખ્યા. હે આનન્દ ! તે પ્રમાણે માત્ર તને જીવતો છેડી તારા ગુરુને સપરિવાર હું બાળી નાંખીશ. આનંદે આવી આ વાત ભગવાનને જણાવી. ભગવાને તેની શક્તિ વિષે સૌ મુનિને સચેત કરી મૌન રહેવા કહ્યું. દરમ્યાન ગશાલક ત્યાં આવી ચડ્યો અને ભગવાનને યા તદા કહેવા લાગ્યો. તેણે કહ્યું: “હે કાશ્યપ ! તું મને મંલિપુત્ર અને પિતાના શિષ્ય તરીકે વર્ણવે છે પણ હું તે નથી; તારે શિષ્ય ગોશાલક સ્વર્ગવાસી થયેલ છે. હું તે માત્ર તે મૃત શૈશાલકના દઢ શરીરમાં વાસ કરું છું અને મારું નામ તે ઉદાયમુનિ છે.” ભગવાને કહ્યું: “શાલક ! તણ ખલાથી ડુંગર કંકાય નહિ તેમ તું મારી સામે પિતાની જાતને અસત્યથી છુપાવી નહિ શકે. તું જ ખરેખર મંખલિપુત્ર ગોશાલક છે.” આ વિવાદ ચાલતો હતો તેવામાં ભગવાનના બે સર્વાનુમતિ અને સુનક્ષત્ર નામક શિષ્યો ગેરલકને સમજાવવા વચ્ચે આવ્યા એટલે ગોશાલકે તેઓને તે જેલેસ્યાથી બાળી નાંખ્યા. ભગવાન ઉપર તેજોલેસ્યો મૂકી પણ તે તેઓને કશું કરી ન શકી. ઊલટી પાછી ફરી ગોશાલકને બાળવા લાગી. ભગવાને ગોશાલકને કહ્યું, “તું તે ફક્ત સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90