Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૦ પોતપોતાના યોગ્ય આચરણ કરતા હશે, પરંતુ કળિયુગ નજીક આવતાં. જ તેઓ બ્રાહ્મણતિના અભિમાનથી સદાચારભ્રષ્ટ થઈમેક્ષમાર્ગના વિરોધી બની જશે. કળિયુગમાં પિતાની મહત્તાના અભિમાનમાં ફસાઈને એ લેકે. ધનની ઈચ્છાથી મિથ્યાશાસ્ત્ર દ્વારા સર્વ લોકોને મોહિત કરતા રહેશે.
આદરસત્કારથી અભિમાન વધવાને લીધે તેઓ ઉદ્ધત થઈ સ્વયમેવ શા. રચી લેકને ઠગ્યા કરશે.
“આ અધાર્મિક બ્રાહ્મણ પ્રાણહિંસાપરાયણ થશે. મધુ, માંસ ભક્ષણને પસંદ કરશે અને પ્રવૃત્તિરૂપ ધર્મની ઘોષણા કરશે. તે અહિંસાધર્મમાં દેષ બતાવી વેક્ત માર્ગને પિષશે. પાપચિહ્નરૂપ જનોઈ ધારણ કરનાર તેઓ હિંસારત. થઈ ભવિષ્યમાં આ શ્રેષ્ઠ માર્ગના વિધી થશે.
‘આ કારણથી જે કે ભવિષ્યની દષ્ટિએ બ્રાહ્મણની રચના દેષરૂપ છે. તથાપિ હવે સ્થપાયા પછી મર્યાદા સાચવવા ખાતર તેને લેપ ન કરે એ
ગ્ય છે. તે જે પૂજતા શ્વાનનું સ્વપ્ન જોયું તેનું ફળ ભવિષ્યમાં થનાર ધર્મસ્થિતિને નાશ એ છે, અર્થાત ધર્મભ્રષ્ટ બ્રાહ્મણોની પૂજા એ એ સ્વપ્નનું ફળ છે. ( વિસ્તાર માટે જુઓ પર્વ ૩૮, ૩૯-૪૦-૪૧) અન્યમતિઓને સંગ ત્યાગવા માટે ભરતને ઉપદેશ
એક વાર રાજસભામાં ઉપસ્થિત થયેલ બધા મુખ્ય ક્ષત્રિને તેઓને ધર્મ સમજાવતાં ભરતે કહ્યું કે તમે પોતે જ ઉચ્ચ વંશમાં ઉત્પન્ન થયા છો તેથી તમારે અન્ય મતવાળાઓ ઉપર શ્રદ્ધા રાખી તેઓ પાસેથી શેષ ( પૂજા આદિમાં વધેલા ખા) અને સ્નાનેદક (અભિષેકનું પાણ) ન લેવાં, કારણ કે તેથી તમારી મહત્તા ઘટે અને બીજા પણ દોષો દાખલ થાય અન્ય મતવાળાઓને નમસ્કાર કરવામાં મોટપ સચવાતી નથી. કદાચ કોઈ દેશી હોય તે શેષ જ્ઞાનોદક આદિ દ્વારા વિષયેગ, વશીકરણ આદિ કરીને તમને નષ્ટ કરે. તેથી રાજાઓએ અન્ય મતવાળાઓ પાસેથી શિષ, આશીર્વાદ શાંતિવચન, શાંતિમંત્ર અને પુણ્યાહવાચન એ કશું લેવું કે કરાવવું નહિ. '
આ વાત નહિ માને તેઓ નીચકુળમાં જન્મશે, પરંતુ જિનેશ્વર પિત ક્ષત્રિય હોવાથી તેઓનાં સ્નાનેદક, ચરણ-પુષ્પ આદિને સ્વીકારવામાં કશો જ વધે નથી; ઊલટું તેથી અનેક લાભ છે. તેવી રીતે પ્રથમ બ્રાહ્મણ હોય કે વૈશ્ય, પણ જે તે મુનિ થાય તે તેઓની શેષ આદિ લેવામાં કશી અડચણ નથી, કારણ મુનિ છે એટલે ગુણથી ક્ષત્રિય અને ક્ષત્રિય એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org