Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૧૬૬ ]
દર્શન અને ચિંતન જાતીય. સજાતીયની વસ્તુ સ્વીકારવામાં દેષ નથી. ભરત કહે છે કે રાજાઓ આ પ્રમાણે નહિ વર્તે તે અન્ય મતવાળાએ (બ્રાહ્મણે ) મિથ્યાપુરાણને ઉપદેશ કરી તેઓને ઠગી લેશે. (પર્વ ૪૨ પૃ. ૧૪૮૫ થી આગળ.) જૈન અગ્નિદેવને ઉપદેશ - ભગવાનના નિર્વાત્સવ પછી ઈક અને દેએ શ્રાવક બ્રહ્મચારીઓને ઉપદેશ આપતાં કહ્યું કે તમારામાંથી જેઓ ઉપાસકાધ્યયન નામક સાતમા અંગના અભ્યાસી હોય અને સાતમા, આઠમી, નવમી, દશમી તેમ જ અગિયારમી પ્રતિમાના ધારક હોય તેઓએ ગાડુંપત્ય, પરમહવનીય અને દક્ષિણાગ્નિ નામના ત્રણ કુંડે કરી તેમાં ત્રિસંય અગ્નિ સ્થાપી જિદ્રની સ્થાપના કરી પૂજા કરવી. તેથી તમે આદરસત્કાર પામી અતિથિપદ પામશે. [ પર્વ ૪૭ લેક ૩૫૦ થી ૩૫૩ પૃ. ૧૭૫૮ ] યજ્ઞમાં હિંસાની પ્રવૃત્તિ અને તેનાં પ્રતિપાદક વેદની ઉત્પત્તિ
વેદિકે કહે છે કે વેદ અપૌરુષેય હોઈ અનાદિ હોવાથી નિર્દોષ અને પ્રામાણિક છે. તે જ પ્રમાણભૂત પ્રાચીન વેદોમાં યાજ્ઞિક હિંસાનું વિધાન છે. આની સામે જેને કહે છે કે યજ્ઞમાં હિંસાની પ્રવૃત્તિ પાછળથી થઈ છે, અને તેના પ્રતિપાદક વર્તમાન વેદ પણ પાછળથી જ રચાય છે. પહેલાં તે દયામય યજ્ઞ થ અને હિંસાવિધાન વિનાના આયે વેદે હતા.
હિંસાપ્રધાન અનાય વેદો પાછળથી રચાયેલા છે. જેને આ પક્ષ શ્વેતાંબર-દિગંબર બનેના ગ્રંથમાં છે. શ્વેતાંબર ગ્રંથમાં પઉમરિય તથા ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર મુખ્ય છે અને દિગંબર ગ્રથોમાં પદ્મપુરાણ તથા ઉત્તરપુરાણ મુખ્ય છે. આ ગ્રંથમાં પ્રસ્તુત પક્ષને લગતો ટૂંક સાર આ છે. (૪) ત્રિવાષ્ટિશલાકાપુરુષચરિત્ર
- લાકડીઓના ભારથી જર્જર થયેલ નારદે “અન્યાય ! અન્યાય !” એવો પિકાર કરી રાવણને કહ્યું, “હે રાજન ! આ રાજપુર નગરમાં મત નામને રાજ છે. તે નિર્દય બ્રાહ્મણોના સહવાસથી યજ્ઞ કરવા પ્રેરાય છે. તે માટે તેણે અનેક પશુઓને એકત્ર કર્યા છે. તેઓને પશુઓને, પિકાર સાંભળી મને દયા આવી, તેથી આકાશમાંથી ઊતરી મેં ભક્તને પૂછયું કે “આ શું આવ્યું છે? તેણે ઉત્તર આપ્યોઃ “આ બ્રાહ્મણેએ કહ્યા પ્રમાણે દેવતૃપ્તિ અને સ્વર્ગપ્રાપ્તિ માટે ધર્મ યજ્ઞ કરું છું, તેમાં પશુઓ હોમવાનાં છે. ”
૧. આ ગ્રંથ ભટ્ટારક ગુણભદ્રની કૃતિ છે. તે વિશે જુઓ પાછળ પૃ. ૮૫ ટ નંબર ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org