Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૨૧૬૪ ]
દર્શન અને ચિંતન ભરતે ઉપાસકાધ્યયન નામના સાતમા અંગ શાસ્ત્રમાંથી તે વ્રતીને ઈજ્યા (પૂજા), વાર્તા, દત્તિ, સ્વાધ્યાય, સંયમ અને તપને સવિસ્તાર ઉપદેશ આપે. એમાં તેણે અનેક જાતના જૈન થ, દાનના પ્રકારે વગેરે સમજાવ્યા અને છેવટે જણાવ્યું કે જે જાતિ (જન્મ) થી દિજ હૈય, પણ તપ અને અતના સંસ્કાર ન મેળવે તે તે નામને જ દિજ કહેવાય. તપ અને શ્રતના સંસ્કાર મેળવનાર જાતિદિજ એ જ ખરો દ્વિજ બને છે. એ દિના સંસ્કાર દઢ કરવા ભરતે શ્રાવકાધ્યાયસંગ્રહમાંથી ત્રણ પ્રકારની ક્રિયાઓ ઉપદેશઃ ગર્ભાવૂથ, દીક્ષાન્વય અને કત્રય. એ ત્રણમાં પહેલીના પ૩, બીજીના ૪૮ અને ત્રીજીના ૭ પ્રકારે ભારતે બહુ વિસ્તારથી કહી સંભળાવ્યા. એ
૧. દાન આપતાં એક વાર એક સાથે જેટલું આપવામાં આવે તે એક દત્તિ, એમ બીજી વાર જેટલું એક જ સાથે અપાય તે બીજી દત્તિ.
૨. ગર્ભાધાનથી માંડી મોક્ષપ્રાપ્તિ સુધી પ૩ સંસ્કાર કરવામાં આવે છે. તે બધા ગર્ભન્વય યિામાં ગણાય છે. આવી જતના સોળ સંસ્કારો અને તેથી વધારે પણ સંસ્કારો બ્રાહ્મણે શાસ્ત્રમાં વર્ણવાયેલા છે. વ્રતના સ્વીકારથી માંડી મોક્ષપ્રાપ્તિ સુધી આચરવાની વિભાગવાર ક્રિયાઓ દીક્ષાવય ક્રિયા કહેવાય છે, જે અડતાલીસ છે. એ રીતે સાત કર્નન્વય ક્રિયાઓ પણ છે, જેને મોક્ષમાર્ગને આરાધક સેવે છે. આ બધી ક્રિયાઓનું વિસ્તૃત વર્ણન ખાસ જેવા જેવું છે. તેમાં સમગ્ર બ્રાહ્મણીય વર્ણાશ્રમ વ્યવસ્થાની છાપ છે. (જુઓ આદિપુરાણ, પર્વે ૩૮-૩૯-૪૦.) ક્રિયામાં દઢ થયેલા પિતાના સ્થાપેલા ડિજે (શ્રાવકે)ને જોઈ ભરત પ્રસન્ન થયે. દુ:સ્વપ્નનું ફળ : બ્રાહ્મણુપૂજા–
એકવાર ભરતને કેટલાક દુઃસ્વપ્ન આવ્યાં. તેનું અનિષ્ટ સામાન્ય રીતે તેણે જાણ્યું, છતાં વધારે ખુલાસા માટે ભગવાન ઋષભદેવ પાસે જઈ એ સ્વપ્ન તેણે કહી સંભળાવ્યાં.
એ વિલક્ષણ સ્વપ્નમાં એક સ્વપ્ન એવું હતું કે નૈવેદ્ય ખાતા શ્વાનની લેકે પૂજા કરે છે. આ સ્વપ્નનું ફળ જણાવતાં ભગવાને કહ્યું કે જે અવતી બ્રાહ્મણ હશે તેઓ ગુણી અને વતીની પેઠે સત્કાર પામશે. આ ફળશ્રુતિ કથા પહેલાં ભગવાને ભરતને તેણે સ્થાપેલ બ્રાહ્મણ વર્ણ વિશે માર્મિક વિચારે સંભળાવ્યા. તેઓએ કહ્યું, “હે વત્સ! તે ધમભા આ દિજીની સાધુઓની પિઠે જે પૂજા કરી તે બહુ જ સારું કર્યુંપણ તેમાં જે થોડે દેષ છે તે સાંભળ. તેં જે ગૃહસ્થની રચના કરી છે તે, સત્યયુગ હશે ત્યાંસુધી તે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org