Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
સાંપ્રદાણિકતા અને તેના પુરાવાઓનુ દિગ્દર્શન
[ ૧૧૬૩
૧
ભગવાને પેતે હાથમાં શસ્ત્ર ધારણ કરી ક્ષત્રિયોનું કર્યું, જંધાથી યાત્રા કરી બતાવી વૈશ્યનું કુમ અને પગથી ચાલી શૂદ્ર કમાં બતાવ્યું. આ ત્રણ વર્ષો ઋષભદેવે બનાવ્યા. પાછળથી ભરતે શાસ્ત્રનું પાઠન કરાવી બ્રાહ્મણો અનાવ્યા અને દરેકનાં કર્મ, વ્યવહાર વગેરે નક્કી થયાં તેથી પ્રથમની ભોગભૂમિ તે હવે કર્મભૂમિ થઈ, ( ૫ ૧૬ લે. ૨૪૨ થી ૨૪૯)
ગૌતમે કહ્યું, “હું શ્રેણિક ! હુ અનુક્રમે બ્રાહ્મણેાની ઉત્પત્તિ કહું છુ, તું સાંભળ, ભરત દિગ્વિજય કરી પાછા કર્યાં ત્યારે તેને વિચાર થયા કે આ બધુ ધન જૈન મહામહ યજ્ઞમાં વાપરી વિશ્વને સંતુષ્ટ કરું. મુનિએ તે નિઃસ્પૃહ છે. ગૃહસ્થામાં જે દાન, માન યોગ્ય હેય તેને જ સત્કાર કરવે જોઈએ. એવા યોગ્ય તે અણુવ્રતધારી શ્રાવા જ છે. આ વિચારથી એવા શ્રાવકાની પરીક્ષા કરવા ભરતે ઉપસ્થિત રાજાને પોતપોતાના પરિવાર સાથે જુદા જુદા આવવા આમંત્ર્યા. બીજી બાજુ ભરતે પોતાના મહેલના આંગણામાં લીલી વનસ્પતિ, ફળ-ફૂલ આદિ ફેલાવ્યાં અને દરેક આગ તુકને તે રસ્તે થઈ મહેલમાં આવવા કહ્યું. જે અવતી હતા તેઓ એ વનસ્પતિ ખૂંદી બેધડક મહેલમાં ચાલ્યા ગયા, પણ કેટલાક તો બહાર જ ઊભા રહ્યા. ભરતે તેને પણ અંદર આવવા કહ્યું, પરંતુ તેઓએ સચિત્ત વનસ્પતિ કચરી અંદર આવવા ના પાડી. ભરત તેને વ્રતધારી જાણી બીજે માર્ગેથી મહેલમાં લાવ્યા, અને અનેક રીતે તેઓના સત્કાર કર્યાં, તેમ જ વ્રતની નિશાની તરીકે પદ્મનિધિમાંથી જનોઈ ભગાવી તે વડે તેઓને ચિહ્નિત કર્યો. કાઈ ને એક સૂત્ર, કાઈ તે એ એમ અગિયાર સુધી સૂતરના તાંતણા પહેરાવ્યા. જેતે એક પ્રતિમા હતી તેને એક, જેને એ હતી તેને મે, એ રીતે જેને ૧૧ પ્રતિમા હતી તેને ૧૧ સૂત્રથી ચિહ્નિત કર્યો. દરેક વ્રતધારીઓને આદર કર્યો અને અત્રતીઓને બહાર કર્યો. વ્રતધારી સત્કાર મળવાથી પોતપોતાના વ્રતમાં વધારે સ્થિર થયા અને લેકે પણ તેઓના આદર સત્કાર કરવા લાગ્યા.
<
૧. સરખાવેા પુરુષસૂક્ત મ. ૧૦, સૂ. ૯૦, . ૧૨ બાહુને રાજન્ય કર્યાં, ઊરુને વૈશ્ય કર્યો, અને પગમાંથી શૂદ્ર જન્મ્યો.
૨. પ્રતિમા એટલે એક પ્રકારના અભિગ્રહા—નિયમે, એવા નિયમા અગિયાર છે, જે ખાસ શ્રાવકા માટે છે. પહેલી પ્રતિમા એક માસની એમ વધતાં અગિયારમી અગિયાર માસની હોય છે. દરેક પ્રતિમામાં ભિન્નભિન્ન ગુણા કેળવવાના હાય છે. (જુઓ સવાલના
રૃ.૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org