Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 51
________________ ૧૧:: ] દર્શન અને ચિંતન. વાતા એ નિયુક્તના સંક્ષિપ્ત સૂચનાના વિવિધ વિસ્તાર અને પુરવણી માત્ર છે. ભાષ્ય, શૃણિ અને ટીકાની રચના મધ્યકાળમાં થયેલી હોવાથી તેમાં તે વખતના બ્રાહ્મણપુરાણુની સાંપ્રદાયિક કટુતા નજરે પડે છે અને પ્રાચીન આગમની તટસ્થતા ઓછી થાય છે. ચરિત, ખંડનાત્મક અને તર્ક એ ત્રણ વિભાગના સાહિત્યની રચના પણ મધ્યકાળમાં થયેલી હાવાથી તે સાહિત્ય એ વખતે પ્રસરેલ સાંપ્રદાયિતાની વિષવલ્લીના કટુકતમ કળાથી મુક્ત રહે એ સંભવિત ન હતું. આ બધી સાંપ્રદાયિકતાના કેટલાક નમૂના માત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ આગળ આપવા ધાર્યું છે. પરંતુ તે આપતાં પહેલાં તેને વધારે સ્પષ્ટ રીતે સમજવા ખાતર કેટલીક અગત્યની હકીકત પ્રથમ જ જણાવી દેવી યોગ્ય ધારી છે. બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિ Y ( 1 ) તત્ત્વજ્ઞાન અને આચારને લગતી ઘણી બાબતો વિશે વૈદિક અને જૈન દર્શન વચ્ચે પ્રબળ મતભેદ છે, પરંતુ એ બધી બાબતમાં યાજ્ઞિક હિંસા એ મુખ્ય મતભેદની બાબત છે અને તેને લીધે જ વેદનું પ્રામાણ્ય તથા બ્રાહ્મણ ૧. બ્રાહ્મણ શબ્દની ઉત્પત્તિ વિશે જૈનેની કલ્પના ખાસ ધ્યાન ખેંચે છે. ભરતે પાતાને કર્તવ્યનું ભાન કરાવવા ખાતર વ્રતધારી શ્રાવકાને હમેશાં પેાતાને દરવાજે બેસી જે “ માહણ માહણ' શબ્દ ઉચ્ચારવા કહેલું તે જ રાખ્તમાંથી બ્રાહ્મણ નામની ઉત્પત્તિ થઈ છે એ એક જ કલ્પના અન્ય શ્વેતાંબર પ્રથામાં છે. જ્યારે નામ વિષેની કલ્પના પઉમરિયમાં તદ્દન જુદી જ છે. એમાં બ્રાહ્મણ નામની ઉત્પત્તિ તે નાણુ શબ્દમાંથી જ અતાવવામાં આવી છે પણ એ માણ શબ્દ જુદા જ ભાવમાં ત્યાં ચેાજાયા છે. જ્યારે ઋષભદેવની ભવિષ્યવાણીથી લૉકોને માલુમ પડ્યું કે ભરતે સ્થાપેલ બ્રાહ્મણવ તા આગળ જતાં અભિમાની થઈ સાચા મા લેપરો ત્યારે લેાકાએ એને હવા (પીટવા ) માંડથા. એ લોકોને મા (ન) ફૂળ (મારા) એમ કહી ઋષભે હણુતા વાર્યો ત્યારથી, પ્રાકૃતમાં મા અને સંસ્કૃતમાં બ્રાહ્મણું નામ પ્રચલિત થયું'. આદિપુરાણમાં વળી દ્વિજ નામને ઘટાવતાં કહેવામાં આવ્યું છે કે અભત્વ જન્મસિદ્ધ છે પણ તે શાસ્ત્ર અને તપના સંસ્કાર દ્વારા યોગ્ય અને છે અને ત્યારે જ દૂજ કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90