Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 54
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૫ આપી ધર્માનુષ્ઠાન કરું. એ વિચારથી તેણે વિવિધ આહાર ભરેલાં પાંચ ગાડાં મંગાવ્યાં, પણ યતિઓને તે સ્વનિમિત્ત બનેલે અર્થાત્ સદેષ આહાર ન ખપે એમ જ્યારે તેણે જાણ્યું ત્યારે વળી બીજા તદ્દન નિદોષ આહાર માટે તે યતિઓને આમંચ્યા. રાજપિંડ (રાજઅત્ન) પણ યતિઓ ન લે, એમ જ્યારે તેણે ભગવાન પાસેથી જાણ્યું ત્યારે તે બહુ ઉદ્વિગ્ન થયે અને વિચારવા લાગ્યો કે ભગવાને તો મને દરેક રીતે તજી જ દીધો છે. તે વખતે ભગવાન ઋષભદેવ પાસે ઉપસ્થિત થયેલ કે ભરતને ખિન્ન જોઈ તેને શાંત કરવા અવગ્રહની ચર્ચા ઉપાડી. ભરતે છેવટે વિચાર્યું કે બીજું કાંઈ નહિ તે આ ભિક્ષુકને મારા દેશમાં વિચારવાની અનુમતિ આપી કૃતાર્થ થાઉં, એ વિચારથી તેણે પિતાના દેશમાં વિચરવાની ભિક્ષુકોને અનુમતિ આપી અને ત્યાં હાજર રહેલ ઈકને પૂછ્યું કે આ અહીં આણેલ અન્નપાણીનું શું કરવું? કે જવાબ આપે કે એ અન્નપાણી ગુણશ્રેષ્ઠ પુરુષોને આપી તેઓને સકાર કર. વધારે વિચારતાં ભરતને જણાયું કે સાધુ સિવાય તો ફક્ત શ્રાવકે જ શ્રેષ્ઠ છે, કારણ કે તેઓ વિરત (ત્યાગધામ) છે અને વિરત હોવાથી ગુણશ્રેષ્ઠ છે. માટે એ વિચારથી તે અન્નપાન તેઓને જ આપી દીધું. વળી ભરતે શ્રાવકને બેલાવી કહ્યું કે તમારે હંમેશાં મારું જ અન્નપાન લેવું, ખેતી આદિ કામ ન કરવાં અને શાસ્ત્રાભ્યાસમાં પરાયણ રહેવું. ખાધા પછી મારા ગૃહદ્વાર પાસે બેસી રહેવું કે રિત માન વધે , તમામ દુર કે દુન; અર્થાત્ આપ જિતાયા છે, ભય વધે છે, માટે આત્મગુણને હણુ મા. એ શ્રાવકેએ તેમ જ કર્યું. શ્રાવકોના પ્રતિપાદનના એ વાકથથી ભરતને સૂઝયું કે હું રાગ આદિ દોષોથી જિતાયો છું. તે દોષથી જ ભય વૃદ્ધિ પામે છે. આવી આલેચનાથી તેને વૈરાગ્ય પ્રાપ્ત થયે. જમનાર ઘણ થવાથી રસોઈ કરવા અશક્ત થયેલા રસોઈયાઓએ ભરતને વીનવ્યું કે ઘણા લોકો જમવા આવે છે, તેથી કોણ શ્રાવક છે અને કોણ નથી એ જણાતું નથી. ભારતે પૂછી લેવા કહ્યું, એટલે રસોઈયાઓ આગન્તુકને પૂછવા લાગ્યા કે તમે કોણ છે ? તેઓ જ્યારે કહે કે શ્રાવક ત્યારે વળી પાચકો પૂછે કે શ્રાવકોનાં કેટલાં વ્રત ? ઉત્તરમાં આગંતુક કહેતા કે શ્રાવકોને વ્રત (મહાવ્રત) ન હોય. અમારે તે પાંચ અણુવ્રત અને સાત ૮. સાધુઓને અને કવીઓને રહેવા અગર વિચારવા માટે અનુમતિ આપેલ જે જગ્યા તે અવગ્રહ કહેવાય છે. ઇદ્રની અનુમતિવાળી જગ્યા તે ઈદ્રાવગ્રહ. એ રીતે ચક્રવતી-અવગ્રહ અને રાજા–અવગ્રહ પણ સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90