Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 49
________________ -૧૧૫૪ }* દર્શન અને ચિંતન હેતુથી લખાયેલ ગ્રંથી આવે છે. અને ચેાથામાં પ્રમાણ-પ્રમેયાદિનુ તક પદ્ધતિએ નિરૂપણ કરનાર ગ્રંથી આવે છે. શ્વેતાંબર શાખાનું સાહિત્ય આ ચારે ભાગમાં ઉપલબ્ધ થાય છે, અને દિગમ્બર શાખાનું ત્રણ ભાગમાં. એમાં આગમ ગ્રંથૈ નથી. જૈન સાહિત્યમાં આગમ એ મુખ્ય છે. વેદે અને ત્રિપિટકાની પેઠે તેની પાર્ટસંકલના, વિભાગવ્યવસ્થા અને સોાધન એ બધુ જ કે રચનાના સમય પછી થયુ છે,. છતાં તેની પ્રાચીનતા લુપ્ત થઈ નથી. વિશિષ્ટ વિચારપ્રવાહ, ભાષાનાં જૂનાં રૂપે અને કેટલાંક વર્ષોંના એ અર્ધું મૂળ આગમા ગણધરોએ રચ્યાં છે એવી જૈન પરંપરાનું સમર્થન કરે છે, એની રચનાને સમય એટલે ભગવાન મહાવીરની નજીકને સમય છે. આ સમય એટલે દીધ તપસ્વી મહાવીરે વનમાં ઉતારેલ અહિંસાપ્રધાન આચાર અને અનેકાંતપ્રધાન વિચારસરણીની સ્થાપનાનો સમય. એ સમયમાં મહાવીરના જીવંત આચાર અને પોતપોતાના જીવનમાં ઉતારી સ્વસિદ્ધાંત સ્થાપવાની જ ભાવના શિષ્યોમાં મુખ્ય હતી.. આંતરિક યોગ્યતાને જ માન અપાતું અને તે રીતે ક્રાંતિનું કામ ચાલતું. પોતાને વિરુદ્ધ લાગતા આચાર અને વિચારાનું નિસન આદર્શ જીવનથી થતું, માત્ર શબ્દથી નહિ. એ વખતે ભગવાન મહાવીરના સિદ્ધાંતના રચનાત્મક કાયની જ મુખ્યતા હતી અને વિરોધી મતથ્યાના ખંડનાત્મક કાર્યની ગૌણતા હતી. અનુયાયીઆની સંખ્યા કરતાં યોગ્યતાના પ્રમાણ તરફ વધારે ધ્યાન અપાતું, તે તે રીતે સ્વપક્ષના નિર્માણનું કાર્ય ચાલતું. પોતાના સિદ્ધાંત ઉપરના અચળ અને • જાગતી શ્રદ્ધાને લીધે જો કે તે પ્રચલિત અને ભ્રાંત જણાતા અનેક આચારવિચારવિષયક મતવ્યોના સંબંધમાં પોતાના વિધ સ્પષ્ટપણે બતાવવામાં આવતા, છતાં તે વિરોધી મત ધરાવનાર વ્યક્તિ કે સમૂહ વિશે દ્વેષત્તિ ન ડેળવતાં માત્ર ઉદાસીનતા દાખવવામાં આવતી. એ જ કારણને લીધે આપણે આગમ ગ્રંથા પૈકી કેટલાક અંગ ક્થામાં પરમતના નિરસન કે ઉલ્લેખ પ્રસંગે કાઈ વ્યકિત કે પક્ષ વિરોધનું નામ નથી જોતા; માત્ર તેમાં પરમતવિરાધસૂચક મિથ્યાદષ્ટિ, અનાદર્શન, બાલ, મંદ, આદિ શબ્દો જોઈ એ છીએ. આગમગત એવા ઊંડાણથી વાંચતાં મન ઉપર એવી છાપ પડે છે કે તેમાં સાંપ્રદાયિકતા નથી, પણ તેમાં સ્વસિદ્ધાંતની જાગતી શ્રદ્ધા અને તેથી પ્રામાણિકપણે થતા પરમતનો વિરોધ ભાત્ર છે. જૈન સાહિત્યમાં મૂળ આગમ પછી બીજું સ્થાન તેના વ્યાખ્યાપ્રથાનુ છે. આગમના વ્યાખ્યાભ્રંથા મુખ્યપણે ચાર ભાગમાં વહેંચાય છે નિયુક્તિ, : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90