Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૫ સાંખ્યતવકૌમુદી
આતથનથી અયુક્ત એવા શાક્યભિલુ, નિયથિક, સંસારમેચક વગેરે આગમાભાસોનું નિરાકરણ થાય છે. એ આગમનું અયુક્તપણું નીચેનાં કારણેથી જાણવું.
૧. મનુ વગેરેએ નિંદા કરી છે માટે. ૨. વેદરૂપ મૂળ રહિત છે માટે. ૩. પ્રમાણ વિરુદ્ધ અર્થને કહે છે માટે.
૪. કોઈક જ શ્લેષ્ઠ વગેરેએ અને પશુ જેવા અધમ પુરુષોએ સ્વીકાર કરેલે છે માટે.
સાંખ્યતત્ત્વકૌમુદી પૃ. ૪૧૪૨ (કલકત્તા આવૃત્તિ).
[૨] પ્રસ્તુત લેખમાળા માટે આગળ વૈદિક સાહિત્યને ઉપયોગ થયે છે. આ લેખમ. જૈન સાહિત્યને ઉપગ કરવા ધાર્યો છે. પ્રાચીન કાળમાં જૈન સાહિત્યને વિભાગ વસ્તુની દૃષ્ટિએ કરવામાં આવ્યો છેજે બહુ વ્યાપક અને સર્વસંમત છે. પશ્ચિમીય વિદ્વાને વળી નવી જ દષ્ટિએ જૈન સાહિત્યને વિભાગ કરે છે. એ વિભાગોને બાજુએ સખી એતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ લખવા ધારેલ પ્રસ્તુત લેખમાં વધારે ઉપયોગી થાય તેવા જૈન સાહિત્યના વિભાગ, માત્ર લેખની સગવડ ખાતર, નીચે પ્રમાણે કરવામાં આવે છે. ૧. આગમ
૩. ખંડનાત્મક ૨. ચરિત
૪. તર્ક પહેલા વિભાગમાં પ્રાચીન આગમે અને તેના ઉપરની બધી વ્યાખ્યાઓને સમાવેશ થાય છે.
બીજામાં મધ્યકાળમાં રચાયેલ કથા, આખ્યાન, આખ્યાયિકા આદિ જીવનવર્ણનવાળા ગ્રંથે આવે છે.
ત્રીજામાં મુખ્યપણે પરમતનું ખંડન કરી સ્વમતનું સ્થાપન કરવાના
૧. દ્રવ્યાનુયેગ, ચરણકરણાનુગ, ગણિતાનુગ, ધર્મકથાનુગ. આ માટે જુઓ પુરાતત્ત્વ વર્ષ ૨ નું પૃ. ૧૨૨ પં. બેચરદાસજીને લેખ.
૨. તરવવિદ્યા, વિશ્વવિદ્યા અને માનસશાસ્ત્ર. વિસ્તાર માટે જુઓ છે. લયમાન લિખિત નિબંધનો ગૂજરાતી અનુવાદ: બુદ્ધ અને મહાવીર પૃ. ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org