Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 41
________________ ૧૧૪૬ ] દાન અને ચિંતન ઘરની અંદર પણ રહેલા પદાર્થોને પ્રકાશિત કરે? તેથી બંને લેકથી વિરુદ્ધ એવા આહંત મતથી શ્રેષ્ઠ બદ્ધ મતને જ સાક્ષાત્ સુખજનક અને અત્યંત રમણીય અમે જઈએ છીએ. શાંતિ––સખી! બીજે જઈએ. કરણભલે એમ જ. (બંને ચાલે છે.) શાંતિ–(સામે જોઈને) આ મસિદ્ધાંત. ઠીક અહીં પણ અનુસરીએ (ત્યાર બાદ કાપાલિક રૂપધારી મસિદ્ધાંત પ્રવેશે છે.). સેમસિદ્ધાંતફરીને) મનુષ્યનાં હાડકાંની માળાથી ભૂષિત, સ્મશાનવાસી, મનુષ્યની ખોપરીમાં ભજન કરનાર એ હું ગાંજનથી શુદ્ધ થયેલ નેત્ર વડે પરસ્પર ભિન્ન એવા જગતને ઈશ્વરથી અભિન્ન જોઉં છું. ક્ષપણુક–આ કયો પુરુષ કાપલિક વ્રતને ધારણ કરે છે? માટે એને પણ પૂછું. રે કાપાલિક ! મનુષ્યઅસ્થિની માળા ધારણ કરનાર ! તારો ધર્મ અને મોક્ષ કે છે? કાપાલિક–હે ક્ષપણુક ! અમારા ધર્મને સમજી લે. અગ્નિમાં મગજ, આતરડાં, ચરબીથી પૂર્ણ માંસની આહુતિઓ આપતા એવા અમારું પારણું બ્રાહ્મણની ખોપરીમાં ભરેલ દારૂ પીને થાય છે. સુરતના કાપેલ કઠેર ગળામાંથી ઝરતા લેહીની ધારથી ચળકતા એવા પુરૂષનાં બલિદાનથી પૂજાવા ગ્ય મહાભૈરવ અમારે દેવ છે. ભિક્ષુ-(કાન બંધ કરીને) બુદ્ધ! બુદ્ધ ! અહે ભયંકર ધમાચરણ! પણક_અરિહંત! અરિહંત ! અહે, ઘોર પાપ કરનાર કેઈએ આ બિચારાને ઠગે છે. કપાલિક-(કૈધ સાથે) હે પાપ! હે નચ પાખંડી ! મૂડેલ માથાના ! ગુચ્છાદાર કેશવાળા ! વાળ ઉખાડી ફેંકનાર ! અરે ! ચૌદ લેકની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારને પ્રવર્તક, વેદાન્તમાં પ્રસિદ્ધ એવા સિદ્ધાન્તના વૈભવવાળા ભગવાન ભવાનીપતિ ઠગનાર છે ત્યારે આ ધમને મહિમા બતાવીએ. હરિ, હર, ઈન્દ્ર વગેરે શ્રેષ્ઠ દેવેને હું ખેંચી લાવું છું, આકાશમાં ચાલતાં નક્ષત્રની ગતિઓ પણ હું રોકું છું, પહાડ અને નગર સહિત આ પૃથ્વીને જલપૂર્ણ કરીને સંપૂર્ણ તે પાણી ફરી ક્ષણમાત્રમાં પી જાઉં છું એ વાત તું સમજી જા.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90