Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 39
________________ ૧૧૪ ] દર્શન અને ચિંતન (શાંતિ અને કરુણું જાય છે.) (પછી હાથમાં પુસ્તકધારી ભિક્ષુરૂપ બૌદ્ધગમ પ્રવેશે છે.) ભિક્ષુ–(વિચાર કરીને) હે ઉપાસકે! સર્વ પદાર્થો ક્ષણિક તથા નિરાત્મક છે. તેમ જ બુદ્ધિગત આંતરિક છતાં બહાર હોય એમ ભાસે છે. સંપૂર્ણ વાસના ગળી જવાથી તે જ બુદ્ધિસંતતિ હમણાં વૈષયિક છાયા વિનાની ભાસે છે. (હું ફરીને) અહો ! આ બદ્ધધર્મ સારે છે, કેમ કે એમાં સુખ અને મેક્ષ બને છે. મનોહર ગુફા એ નિવાસસ્થાન છે. ઈચ્છાનુકૂળ વૈશ્ય એ છે, જોઈએ ત્યારે મળે એવું ઈષ્ટ ભોજન, કમળ પાથરણાવાળી સેજ, તરુણ યુવતીઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક સેવાયેલી એવી ચાંદનીથી ઉજજ્વલ રાત્રીઓ, શરીર સમર્પણની ઉત્સવ કીડાથી ઉત્પન્ન થતા આનંદ સાથે પસાર થાય છે. કરુણા–સખિ ! આ કોણ? નવા તાડના ઝાડ જે લાંબે લટતા ગેરુઆ પડાવાળો અને માત્ર એટલી રાખી મુંડાવેલ માથાવાળો એ આ તરફ જ આવે છે ? શાંતિ–સખિ એ બુદ્ધાગમ છે. ભિક્ષુ—(આકાશ સામું જોઈને) હે ઉપાસકો અને ભિક્ષુઓ! તમે બુદ્ધનાં વચનામૃત સાંભળો. (પુસ્તક વાંચે છે.) હું દિવ્યદૃષ્ટિથી લેકની સુગતિ અને દુર્ગતિ જોઉં છું. સર્વ સંસ્કારે ક્ષણિક છે. સ્થિર એવો આત્મા છે જ નહિ. માટે સ્ત્રીઓ ઉપર આક્રમણ કરતા એવા ભિક્ષુઓ પ્રત્યે ઈષ્ય ન કરવી. કેમ કે ઈષ્ય એ ચિત્તને મળે છે. (નેપચ્ચે સામે જોઈને) હે હે ! આમ આવ. શ્રદ્ધા– પ્રવેશ કરીને) રાજકુલ ! આપ ફરમાવે. ભિક્ષ–ઉપાસકે અને ભિક્ષુઓને ચિરકાળ સુધી વળગી રહે. શ્રદ્ધા–રાજકુલની જેવી આશા. (ચાલી ગઈ) શાંતિ–હે સખિ ! આ પણ તામસી શ્રદ્ધા. કરણ--એમ જ. ક્ષપણક–( ભિક્ષુને જોઈ ઊંચે સાદે) રે ભિક્ષુક ! જરા આ તરફ. કાંઈ પણ ભિક્રોધથી) રે દુષ્ટ ! પિશાચ જેવી આકૃતિવાળા ! એમ શું બકે છે ? ક્ષપણુક -- અરે! ક્રોધ ત્યજ. કાંઈ શાસ્ત્રમાંથી પૂછું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90