Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 38
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૫૪૩ જ્યારે તે હોય ત્યારે પિશાચેને કેવી રીતે અવકાશ સંભવે? શાંતિ- ત્યારે તરત જ નરકના ખાડામાંથી ઉપર આવેલ કોઈ નારકી હશે. (જોઈ અને વિચારપૂર્વક) અરે સમજાયું ! મહામહે પ્રવર્તાવેલ આ દિગમ્બર સિદ્ધાંત છે. તેથી આનું દર્શન સર્વથા દૂરથી જ પરિહરવું એગ્ય છે. (એમ ધારી પરાભુખ થાય છે.) કરણ–-સખિ! મુહૂર્ત માટે ભ. જ્યાં સુધી હું અહીં શ્રદ્ધાને શોધું. (બને તેમ જ ઊભાં રહ્યાં.) ( ત્યાર બાદ પ્રથમ વર્ણવ્યો તે દિમ બર સિદ્ધાંત પ્રવેશ કરે છે.) દિગબર–એમ્ ! અરિહન્તને નમસ્કાર! નવારવાળી પુરીની અંદર આત્મા દીવાની જેમ રહ્યું છે. આ જિનવરકથિત પરમાર્થ છે. અને એ ક્ષસુખનો દાતા છે. અરે. શ્રાવકે ! સાંભળો. સંપૂર્ણ પાણીથી પણ મલમય પુદ્ગલપિંડમાં શુદ્ધિ કેવી નિર્મલ સ્વભાવવાળે આત્મા ઋષિઓની સેવાથી જાણી શકાય ? શું એમ કહે છે કે ઋષિઓની પરિચય કેવી? લ્યો તે સાંભળે; ઋષિઓને દૂરથી ચરણમાં પ્રણામ કરવા, સત્કારપૂર્વક મિષ્ટભંજન આપવું; તેમ જ સ્ત્રીઓની સાથે રમણ કરતા એવા તેઓની ઈર્ષ્યા ન કરવી. (નેપ સામું જોઈને) હે શ્રદ્ ! પહેલાં આ તરફ (બંને ભયપૂર્વક નિહાળે છે) (ત્યારબાદ તેના જેવા જ વેષવાળી શ્રદ્ધા પ્રવેશ કરે છે.) શ્રદ્ધા–રાજકુલ શું આજ્ઞા કરે છે? (શાંતિ મેષ્ઠિત થઈ પડે છે.) દિગંબર સિદ્ધાંત—તમે એક મુહૂર્ત પણ શ્રાવકના કુટુંબને ન ત્યજશે. શ્રદ્ધા–જેવી રાજકુલની આજ્ઞા. (એમ કહી ચાલી ગઈ કણા પ્રિય સખીએ ધીરજ રાખવી. માત્ર નામથી ભય ન ખાવે. કારણ, મેં હિંસા પાસેથી સાંભળ્યું છે કે પાખંડીઓને પણ તમે ગુણની પુત્રી શ્રદ્ધા હોય છે. તેથી એ તામસી શ્રદ્ધા હશે. શાંતિ–આશ્વાસન મેળવી) એ એમ જ છે. કારણ કે દુરાચાયુક્ત અને દુખપૂર્વક જેવા યોગ્ય એવી આ અભાગણ (તામસી શહા) સદાચારવાળી અને પ્રિયદર્શનવાળી માને કેઈ પણ રીતે અનુસરતી, નથી. ભલે, ઠીક, ચાલ, આપણે બૌદ્ધાલયમાં પણ તેની શોધ કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90