Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 24
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૨૯ ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણ દ્વિજ છે. સઘળી પ્રજા વેદાચાર પાલનથી જ જીવે છે. તું બ્રાહ્મણને પુત્ર હેઈ બ્રાહ્મણ છે, અને પછીથી પૃથ્વી ઉપર પરાક્રમી રાજા થયે છે. પ્રજા રાજાના પુણ્યથી સુખી અને પાપથી દુઃખી થાય છે, તેથી તું અધર્મ છોડી સત્યધર્મ આચર. તે જે ધર્મ સ્વીકાર્યો છે તે ત્રેતા કે દ્વાપરો નથી પણ કલિને છે. કલિમાં પ્રજા જૈનધર્મને આશ્રય કરી પાપમુગ્ધ થશે અને દરેક માણસ વેદાચાર છોડી પાપમાં પડશે. જૈનધર્મ પાપનું મૂળ છે. જૈન ધર્મથી બધા જે પાપમાં પડ્યા છે તેઓને ગોવિંદ પિતે સ્વેચ્છરૂપ ધારણું કરી પાપમુક્ત કરશે. અને પ્લેચ્છોના નાશ માટે એ ગેવિંદ કતિકરૂપે થશે. તે કલિને વ્યવહાર છોડી પુણ્ય આચર. વેને ન માન્યું એટલે એ સાતે બ્રહ્મપુત્રે ગુસ્સે થયા. એ જોઈ તેઓના શાપભયથી વેન વલ્મીકમાં પેસી ગયે. કુપિત ઋષિઓએ તે દુષ્ટને શોધી તેની ડાબા હાથનું મંથન કર્યું એટલે તેમાંથી મહાહસ્વ, નીલવર્ણ, રક્તનેત્ર એક બર્બર પેદા થયે, જે બધા પ્લેચ્છોને પાલનહાર થયું. ત્યાર બાદ વેનના દક્ષિણ હાથનું તેઓએ મથન કર્યુંએટલે તેથી પૃથે પ્રકટ, જેણે આ પૃથ્વીનું દહન કર્યું. તેના પુણ્ય પ્રભાવથી વેન ધાર્મિક થઈ છેવટે વિષ્ણધામમાં પહોંચ્યો. (આનંદાશ્રમ અટ ૩૬ ભા. ૧) દાનવ-હે ગુરે ! આ અસાર સંસારમાં અમને કાંઈ એવું જ્ઞાન આપે કે જેથી મેક્ષ અમે પામીએ. શુક્રરૂપધારી બૃહસ્પતિ–હે દૈત્યો! મેક્ષદાયિ જ્ઞાન આપું છું તે સાંભળે. વેદત્રયી રૂપ જે કૃતિ છે તે વૈશ્વાનરના પ્રસાદથી દુખદ છે. યજ્ઞ અને શ્રાદ્ધ સ્વાર્થીઓએ બનાવ્યાં છે. વૈષ્ણવ અને શિવધર્મ કુધર્મો છે. તે હિંસક અને સ્ત્રીયુક્ત પુરુષોએ પ્રચલિત કર્યો છે. રુદ્ધ એ અર્ધનારીશ્વર છે, ભૂતગણથી વેષ્ટિત છે, અસ્થિ તથા ભસ્મ ધારણ કરે છે. તેમણે કેમ જશે? સ્વર્ગ કે મોક્ષ કાંઈ નથી. લોકો વૃથા કલેશ સહે છે. વિષ્ણુ હિંસામાં સ્થિત છે, રાજસપ્રકૃતિ બહ્મા પિતાની પ્રજા (પુત્રી ઉષા) ભોગવે છે. બીજા પણ વૈદિક દેવો અને ઋષિઓ માંસભક્ષક છે. આ બ્રાહ્મણો પણ માંસભક્ષક છે. આ ધર્મથી કેણ સ્વર્ગ કે મેક્ષ પામશે? જે યજ્ઞાદિક વૈદિક કર્મો અને શ્રાદ્ધાદિ સ્માર્ત કર્યો છે તે વિષયમાં આ શ્રુતિ (કહેવત) છે કે ધૂપને છેદી, પશુઓને મારી લેહીને કાદવ બનાવી જે સ્વર્ગમાં જવાનું હોય, તે નરકે કેણ જાય? જે એકના ખાવાથી બીજાને તૃપ્તિ થતી હોય તે પરદેશમાં જનારે સાથે ખાવાનું ન લેવું તેને જે સાથે લેવું હૈય તે પાછળ રહેલ બીજાને જમાડી દેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90