Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 29
________________ ૧૧૩૪ ] દર્શન અને ચિંતન કરી શકે છે. કણાદ, ગૌતમ, શક્તિ, ઉપમન્યુ, જેમિનિ, કપિલ, દુર્વાસસ, મૃકંડુ, બુહસ્પતિ અને જમદગ્નિ ભાર્ગવ એ દશ ઋષિઓ મારા ભક્ત છે. તેઓમાં તમારી તામસ શક્તિનો આવિર્ભાવ કરે, જેથી તેઓ તામસ શાસ્ત્રોને રચે અને તમે પણ કપાળ, ભસ્મ અને ચર્મ વગેરે ચિહ્નોને ધારણ કરે અને પાશુપત ધર્મને પ્રચાર કરે, કે જેથી એ શાસ્ત્રને અને તમને જોઈ એ તમારા જેવું આચરણ કરે અને પાખંડી બને.” હે દેવી! આ પ્રમાણે વિષ્ણુના આગ્રહથી મેં મારે પાખંડ વેષ બનાવ્યો છે અને ગૌતમ, કણદ વગેરે ઋષિઓ દ્વારા તામસ શાસ્ત્રોની રચના કરાવી છે. પાર્વતી—આપે જે તામસ શાસ્ત્રોની રચના કરાવી છે તે તામસ શાસ્ત્ર ક્યાં ક્યાં છે? –જેના સ્મરણમાત્રથી જ્ઞાનીઓને પણ અધઃપાત થઈ શકે છે તે તામસ શાસ્ત્રોનાં નામ આ છે: પાશુપાત વગેરે શૈવ શાસ્ત્રો, કણદરચિત, વૈશેષિક, ગૌતમરચિત ન્યાયશાસ્ત્ર, કપિલનું સાંખ્યશાસ્ત્ર, બહપતિરચિત ચાર્વાક શાસ્ત્ર, બુદ્ધપ્રભુત બૌદ્ધશાસ્ત્ર, અને નગ્નમત, નીલપટમત, ભાયાવાદ; તથા જેમિનીયશાસ્ત્ર. હે ગિરિજે ! એ બધાં તામસશાસ્ત્રો છે. તામસ પુરાણો પણ છે જેનાં નામ આ છે: મસ્યપુરાણ, કૂર્મપુરાણ, લિંગપુરાણ, શિવપુરાણ, સ્કંદપુરાણ, અને અગ્નિપુરાણ. આ છે તામસ પુરાણો છે. વિષ્ણુપુરાણ, નારદીય પુરાણ, ભાગવત, ગરૂડપુરાણ, પદ્મપુરાણ, વરાહપુરાણ એ સાત્વિકપુરાણ છે. અને બ્રહ્માંડ, બ્રહ્મવૈવર્ત, માર્કડેય, ભવિષ્યપુરાણ, વામન તથા બ્રાહ્મણપુરાણ એ છ રાજસ્ પુરાણો છે. અને એ જ પ્રકારે મૃતિઓ પણ ત્રણ પ્રકારની છે. વસિષ્ઠમૃતિ, હારિતસ્મૃતિ, વ્યાસસ્મૃતિ, પરાશરરકૃતિ, ભારદ્વાજસ્મૃતિ, અને કાશ્યપસ્મૃતિ એ છે સાત્વિક સ્મૃતિઓ છે. યાજ્ઞવલ્કય, આત્રેય, તૈત્તિર, દાક્ષ, કાત્યાયન અને વૈષ્ણવ એ છ સ્મૃતિઓ રાજસ છે. તથા ગૌતમ, બહસ્પતિ, સંવત, યમ, શંખ, ઉશનસ એ છ સ્મૃતિઓ તામસ છે. (આનંદાશ્રમ અ. ૨૬૩, ભા૪ બ્લેક –૯૧) અંદપુરાણુ નારદ–તે ધર્મારણ્ય તીર્થક્ષેત્ર કોને રક્ષણ (દેખરેખ) નીચે કેટલા વખત સુધી સ્થિર થયેલ છે, ત્યાં તેની આજ્ઞા વર્તે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90