Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 33
________________ ૧૧ર૮] દર્શન અને ચિંતન મુખીયો સંમિલિત ન થાય તેને દરેક વૃત્તિથી બહિષ્કૃત કરે. એક દક્ષ બ્રાહ્મણે આ વૃદ્ધ કથનને સભામાં ત્રણ વાર ઉચ્ચ સ્વરથી તાળીપૂર્વક સૌને કહી સંભળાવ્યું. અને સૌને કહ્યું કે જે જવામાં પરાભુખ થશે તેને માથે અસત્ય આદિનાં બધાં પાપ છે. બધાને જતાં જોઈ કુમારપાલે બેલાવી કહ્યું કે ભિન્ન ભિન્ન ગેત્રવાળા બધા બ્રાહ્મણોને કૃષિકર્મ અને ભિક્ષાટન જરૂર કરાવીશ. એ સાંભળી બધા વ્યથિત થયા, પણ ત્રણ હજાર બ્રાહ્મણે એ તે એમ ઠરાવ્યું કે આપણે રામેશ્વર જવું જ. એ નિશ્ચય માટે અંદર અંદર દરેકે હસ્તાક્ષર કયી. અહીં વેદત્રયી નાશ પામે છે અને ત્રિમૂર્તિ કુપિત થાય છે માટે અઢાર હજાર જણાએ રામેશ્વર જવું. આ ઠરાવ સાંભળી કુમારપાળે ગે ભુજ વાણિયાઓને બેલાવી એ બ્રાહ્મણને રોકવા કહ્યું. વ્યાસ કહે છે કે જે ગે ભુજ શ્રેષ્ઠ વાણિયાઓ જૈનધર્મમાં લિપ્ત ન હતા તેઓ આજીવિકાભંગના ભયથી મૌન રહ્યા અને રાજાને કહ્યું કે હે નૃપ ! આ કુપિત બ્રાહ્મણને કેવી રીતે રેકીએ? એ તે શાપથી બાળી નાખે. કુમાળપાળે અડાલય (અડાલજ) માં થયેલા શોને બેલાવી કહ્યું કે તમે બ્રાહ્મણોને રિકે. એ અડાલજ માં કેટલાક જૈન હતા; તેથી તેઓએ રામેશ્વર જવા તત્પર બ્રાહ્મણને સંબોધી કહ્યું કે વર્તમાન કાળમાં રામ ક્યાં છે ? લમણ ક્યાં છે? અને હનુમાન ક્યાં છે ? અરે બ્રાહ્મણે ! આવા ભયાનક જંગલમાં ધરબાર, ક્યાં છોકરાં મૂકી એ દુષ્ટ શાસનવાળા રાજ્યમાં શા માટે જાઓ છે? આ સાંભળી કેટલાક બ્રાહ્મણે રાજભયથી અને લાલચથી ચલિત થઈ જુદા પડ્યા અને કહ્યું કે બીજાઓ ભલે જાય આપણે તે કુમારપાળની આડે આવવાના નથી. ખેતી કરીશું, અને ભિક્ષાટન પણ કરીશું. આ રીતે પંદર હજાર જુદા પડ્યા. બાકીના ત્રણ હજાર ત્રિવેદી એટલે ઐવિદ્યરૂપે વિખ્યાત થયા. બીજા પંદર હજારને રાજનો એ ભાગ અને ડી પૃથ્વી આપી. એટલે તેઓ ચાતુર્વિધરૂપે વિખ્યાત થયા. વળી રાજાએ કહ્યું, તમને વને કન્યા આપે, તમે કન્યા . પેલા ત્રણ હજાર ત્રિવેદીઓને રાજાએ કહ્યું કે તમે મારું માનતા નથી માટે તમારી વૃત્તિ કે સંબંધ કશું નહિ થાય. આ સાંભળી પિલા કટ્ટર ઐવિદ્યો સ્વસ્થાને ગયા. પેલા ચાતુર્વિદ્યોએ ત્રિવેદી ઓને સમજાવ્યું કે તમે ન જાવ અથવા જાવ તે જલદી પાછા આવો, જેથી રામે દીધેલ શાસનને જલદી ઉપભેગ કરે. એ સાંભળી વિવોએ કહ્યું કે તમારે અમને કશું કહેવું નહિ. રામચંદ્ર જે વૃત્તિ બાંધી આપી છે તે જ, હોમ, અર્ચન દ્વારા મેળવવા ત્યાં પાછા જઈશું. ચાતુર્વિધ્રોએ કહ્યું કે અમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90