Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 34
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૩૯. અહીંનું સંભાળીએ અને બધાના કામની સિદ્ધિ માટે તમે ત્યાં જાઓ. અંદર અંદર ભળી સહાયક થઈશું તે ત્તિ જરૂર પાછી મેળવીશું. એ નિશ્ચય પ્રમાણે પેલા ત્રવિદ્યા રામેશ્વર ગયા, અને ચાતુવિદ્યો ત્ય રહ્યા. વિદ્યોના ઉત્કટ તપથી રામે ઉદ્ભિ થઈ હનુમાનને કહ્યું, તું જલદી જા. એ બધા ધર્મારણ્યવાસી બ્રાહ્મણા હેરાન થાય છે. એ બ્રાહ્માને દુઃખ આપનારને ઠેકાણે લાવવે જોઈએ. એ સાંભળી બ્રાહ્મણરૂપ ધરી, હનુમાને પ્રકટ થઈ, આવેલા બ્રાહ્મણની પરીક્ષા કરી અને પૂછ્યું કે શા માટે આવ્યા છે ? તેઓએ કહ્યું કે સૃષ્ટિના આરંભમાં બ્રહ્મા આદિ એ ત્રિમૂર્તિ માટે અમને રાખ્યા હતા અને પછી રામે જર્ણોદ્ધાર કરતી વખતે કરી અમને સ્થાપ્યા, અને હનુમાને ૪૪૪ ગામા વેતનરૂપે આપ્યાં. સીતાપુર સહિત ૧૩ ગામ પૂજા માટે આપ્યાં. ગાલ્લુજ નામના ૩૬ હજાર વાણિયાઓ બ્રાહ્મણનું પાલન કરવા નિયુક્ત થયા. તેમાંથી સવા લાખ શૂદ્રો થયા, જેના ત્રણ ભાગ ગાભુજ, અડાલજ અને માંડલિય થયા. હમણાં દુષ્ટ આમરાજા રામનું શાસન નથી માનતા. તેના જમાઈ કુમારપાલ દુષ્ટ છે. કારણ તે પાંખડીઓથી-ખાસ કરી બૌદ્ધધી, જૈન ઈંદ્રસૂરિથી પ્રેરિત થઈ અત્યારે રામનું શાસન માનતે! નથી, અને લેપે છે. કેટલાક વાણિયાઓ પણ તેના જેવા દુ િથઈ રામ અને હનુમાનનું શાસન લેખે છે. હવે અમે હનુમાન પાસે જઈએ છીએ. જો તે અમારું' ઈષ્ટ સિદ્ધ નહિ કરે તે અનાહાર વ્રત લઈ મરીશું. બ્રાહ્મણ રૂપધારી હનુમાને કહ્યું, હું ફ્રિંજો ! કળિયુગમાં દેવ ક્યાં છે, પાછા જાઓ. પણ બ્રાહ્મણીએ તેને કહ્યું કે તું કાણું છે? ખરુ’ રૂપ પ્રગટ કર. રામ છે કે હનુમાન ? વ્યાસ—હનુમાને પેાતાની ઓળખાણ આપી, હનુમાનનું ન કરી બંધા પ્રસન્ન થયા. હનુમાને કહ્યું : આ કળિયુગમાં રામેશ્વર સેતુબંધ મૂકી ક્યાંયે તો નથી. હું નિશાની આપું છું તે એ રાજાને બતાવજો. તેથી એ જરૂર સાચું માનશે. એમ કહી તેણે પેાતાના એ બાહુ ઉઠાવી ભુજના વાળ એકત્ર કરી ભાજપત્રમાં એ પડીઓ બાંધી આપી અને એ બ્રાહ્મણની કક્ષાઓમાં મૂકી પોતાની ડાબી કાખના વાળની પડીકી બ્રાહ્મણેાની ડાબી કાખમાં અને જમણી કાખના વાળની પડીકી જમણી કાખમાં મૂકી, આ પડીકી રામભક્તને સુખદ અને અન્ય માટે ક્ષયકારિણી હતી. હનુમાને કહ્યું, જ્યારે રાજા નિશાની માગે ત્યારે વામ બાજુની પડીકી આપવી, અથવા એ રાજાના દ્વારમાં નાખવી એટલે તેનું સૈન્ય, ખજાનો, સ્ત્રીપુત્રાદિ સધળુ' સળગી ઊઠશે. જ્યારે એ રાજા શ્રીરામે પ્રથમ ખાંધી આપેલી વૃત્તિ અને ફરમાન કરી પૂર્વવત્ કરી આપે અને હાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90