Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 23
________________ ૧૧૨૮ ] દર્શન અને ચિંતન - પાપ–પાંચભૌતિક દેહ એ જ આત્મા છે અને તે પાણીના પરપોટાની જેમ ઉત્પન થાય અને નાશ પામે છે. અંતકાલે આત્મા ચાલ્યું જાય છે. પાંચ દેહિક ત પાંચમૂત્માં મળી જાય છે. માણસો પરસ્પર મેહમુગ્ધ થઈ પ્રવૃત્તિ કરે છે. મેહથી શ્રાદ્ધ કરે છે. મેહથી જ ભરણતિથિએ પિતૃતર્પણ કરે છે. મરેલો ક્યાં રહે છે, શી રીતે ખાય છે ? હે ગૃપ તેનું જ્ઞાન અને કાર્ય કેવાં છે તે કોણે જોયું છે ? તે બધું તું અમને કહે. શ્રાદ્ધ કાનું માનવું ? મિષ્ટભંજન તો માત્ર બ્રાહ્મણને પહોંચે છે. તેવી રીતે વૈદિક યજ્ઞોમાં અનેક જાતની પશુહિંસા કરવામાં આવે છે, તેથી શું લાભ છે ? દયા વિનાનું કઈ પણ ધર્મકૃત્ય નિષ્ફળ છે. દયા વિનાના આ વેદ એ અવે છે. ચાલ હોય કે શુદ્ધ, જે તે દયાળુ હોય તે તે બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ પણ નિર્દય હોય તે તે નિકૃષ્ટ છે. એક જિનદેવની આરાધના હૃદયથી કરવી, તેને જ નમસ્કાર કરવો. બીજાની તે વાત શી, પણ માતાપિતા સુધ્ધાને નમન ન કરવું. વેન–બ્રાહ્મણ, આચાર્યો, ગંગા આદિ નદીઓને તીર્થરૂપ વર્ણવે છે તે શું તે સાચું છે? જો એ તીર્થોમાં તું ધર્મ માનતા હોય તે મને કહે. પાપ–આકાશથી પાણું પડે છે, એ જ પાણુ બધાં જલાશયોમાં સરખી રીતે છે; પછી એમાં તીર્થપણું શું? પહાડે પણ પથ્થરના ઢગલા છે. એમાં પણ તીર્થપણું શું છે ? સ્નાનથી સિદ્ધિ થતી હોય તે માછલાં સૌથી પહેલા સિદ્ધિ પામે. એક જિનનું ધ્યાન જ શ્રેષ્ઠ છે. બીજું બધું વેદકા શ્રાદ્ધયજ્ઞાદિક કર્મ વ્યર્થ છે. સૂત–તે પાપપુરુષના ઉપદેશથી ન ભરમાયે; અને તે પાપના પગમાં પડી તેને ધર્મ સ્વીકાર્યો. તેથી યજ્ઞયાગાદિ વૈદિક ધર્મો લુપ્ત થયા અને સંપૂર્ણ પ્રજા પાપમાં પડી. પિતા અંગે અને માતા સુનીથાએ બહુ કહ્યું છતાં તેને કશું ગણાયું નહિ, અને તીર્થસ્નાન, દાન આદિ બધું ત્યજી બેઠે. અંગના પૂછવાથી સુનીથાએ પિતાની બાલ્યાવસ્થામાં સુશંખ તપસ્વીને જે કશાધાતરૂપ અપરાધ કર્યો હતો, અને તેને પરિણામે તે તપસ્વીએ દુષ્ટ પુત્ર થવાનો જે શાપ આપ્યો હતો, એ બધું કહી સંભળાવ્યું. ત્યાર બાદ સાત ઋષિઓએ આવી આશ્વાસનપૂર્વક વેનને કહ્યું- હે વેન ! પાપકર્મ ત્યજી ધર્માચરણ કર. એ સાંભળ! તેને હસતાં હસતાં કહ્યું-હું જ પવિત્ર છું. સનાતન જેનધર્મ મહાધર્મ છે. તે વિ! તમે ધર્માત્મા એવા મને સે. ઋષિઓ–બાહ્મણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90