Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૧૨]
દર્શન અને ચિંતન મુંડીની માયામાં ફસાયો અને કહ્યું કે મને દીક્ષા આપે. એ સાંભળી મુંડીએ કહ્યું, હે રાજન્ ! હું તારી પાસે જે માણું છું તે કબૂલ કર, અને તે એ કે મારું વચન તારે અન્યથા ન કરવું. રાજા મુંડીના પાશમાં સપડાયે અને કબૂલ કર્યું. એટલે મુંડીએ વિદ્યુમ્ભાલીને લાવીને કહ્યું કે હે રાજન, તું મારી પાસે આવે અને આ મંત્ર સાંભળ. એમ કહી મેઢેથી વસ્ત્ર હઠાવી પિતાનું એવું તત્વ રાજાને સંભળાવ્યું કે જેનાથી તેના ધર્મને નાશ થાય. મુંડીએ રાજાને દીક્ષા લેવા કહ્યું કે તુરત જ તેણે અને અનુક્રમે બધા ત્રિપુરવાસીઓએ મુંડી પાસે દીક્ષા લીધી. અને એ મુનિના શિષ્યો-પ્રશિષ્યથી બધું ત્રિપુર વ્યાપી ગયું. - વિષ્ણુની આજ્ઞાથી માયામહે સ્ત્રી ધર્મનું અને શ્રાદ્ધધર્મોનું ખંડન કર્યું, શિવપૂજા તેમ જ વિષ્ણુના યજ્ઞભાગોને ખંડિત કર્યા; સ્નાન, દાન, તીર્થ આદિ સર્વે વેદધર્મો તેણે દૂર કર્યા. ત્રિપુરમાં અલક્ષ્મી (પડતી) આવી. અને બ્રહ્માની કૃપાથી જે લક્ષ્મી થઈ હતી તે ચાલી ગઈ. નારદે વિષ્ણુની માયાથી દૈત્યને બુદ્ધિવ્યામોહ પમાડ્યો. જેવો એ માયાહ પુરૂષ તે જ નારદ. એવી શૌતસ્મા ધર્મો નાશ પામ્યા એટલે વિષ્ણુએ પાખંડધર્મ સ્થા.
માં શિવ ત્યાગ થશે, લિંગપૂજા ગઈ, ધર્મ નાશ પામે, દુરાચાર સ્થિર થયે. એટલે વિષ્ણુ પિતાને કૃતકૃત્ય ભાનતા, દેવને સાથે લઈ શિવ પાસે ગયા, અને તેઓની સ્તુતિ કરી. દેવોએ પણ સ્તુતિ કરી અને કહ્યું કે વિષ્ણુની માયાથી દયે મેહ પામ્યા છે. હે શિવ ! હવે તેઓને નાશ કરે, અને અમારી રક્ષા કરે. શિવે કહ્યું, કે મેં દેવકાર્ય તથા વિષ્ણુનું અને નારદનું મહાબળ જાણી લીધું છે. હું દૈત્યોને નાશ કરીશ. અનુક્રમે શિવે તે ત્રિપુરને બાળી નાંખ્યું. એમાં જે દૈત્યે ની પૂજા કરતા હતા તેએ ગણપતિ થયા. છેવટે પેલા મુંડીએ આવ્યા, અને બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવોને નમન કરી બેલ્યા કે અમે શું કરીએ ? ઉત્તરમાં તેઓએ કહ્યું જાવ, તમે કલયુગ પૂરો થાય ત્યાં સુધી મર્દેશમાં રહે. મુડીઓ તેઓના આદેશ પ્રમાણે દેશમાં ગયા. અને બીજા દેવો પોતાને સ્થાને ચાલ્યા ગયા. (બંગાળી આવૃત્તિ. જ્ઞાનસંહિતા. અ. ૧૯-૨૦-૨૧-૨૨.)
પદ્મપુરાણ અંગ નામે તપસ્વી શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો. તે યમપુત્ર સુનીયાને પરણે. તેણીને બ્રાહ્મણથી એક પુત્ર થયે, જેનું નામ વેન રાખ્યું. વેન ધાર્મિક અને
ધી હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org