Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 20
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન અનેકવિધ પિશનકલ્પના અને બીજાં બધાં વિચિત્ર કર્યો એ બધું તું કરી શકીશ. વિષ્ણુનું એ કથન સાંભળી માયામય પુરુષે હરિને પ્રણામ કરી કહ્યું કે જે આદેશ કરવો હોય તે ફરમાવો. ત્યાર બાદ વિએ એ પુરુષને માયામય સૂત્ર (શાસ્ત્ર) ઉપદેશી તે ભણવ્યું અને કહ્યું કે તારે આ શાસ્ત્ર એ ત્રિપુરવાસી દૈત્યોને ભણાવવું. વિશેષમાં વિખશુએ કહ્યું એ લેકેમાં શ્રૌતસ્માત ધર્મ વર્તે છે. પણ તારે આ શાસ્ત્ર વડે તેને વંસ કરોકારણ કે તેથી જ તે દૈત્યોને વિનાશ શક્ય છે. હે માયામય પુરુષ ! તું એ રીતે નવીન ધર્મ દ્વારા ત્રિપુરને નાશ કરી કલિયુગ આવે ત્યાં સુધી દેશમાં જઈ રહેજે. કલિ આવે કે તરત જ પિતાનો ધર્મ પ્રકાશ. મારી આજ્ઞા છે કે એ તારો ધર્મ શિષ્ય, પ્રશિષ્ય આદિ પરિવાર દ્વારા બહુ વિસ્તાર પામશે. ત્યાર બાદ તે મુંડીએ વિષ્ણુની આજ્ઞાનું પાલન કરીને ચાર શિષ્યો કર્યા અને તેઓને તે માયામય શાસ્ત્ર ભણાવ્યું. જેવી રીતે મુંડી તેવી રીતે તેના શિષ્યો પણ વિષ્ણુને નમસ્કાર કરીને ઊભા રહ્યા. એટલે વિષ્ણુએ તેઓને પ્રસન્ન થઈ કહ્યું કે તમે ધન્ય છે. મારા આદેશથી જેવી રીતે તમારા ગુરુ તેવી રીતે તમે પણ થશે. હાથમાં પાત્ર, મેકે વસ્ત્રવાળા, મલિન કપડાં પહેરતા, અપભાજી, ધર્મલાભ એ પરમતત્તવ છે એમ બોલતા, વસ્ત્રના ખંથી રચેલ માર્જની ધારણ કરતા, એવા એ પાખંડધર્મને આશ્રિત થયેલા ચાર મુંડી પુરુષોને હાથમાં લઈ વિષ્ણુએ તેઓના ગુરુ માયામય પુરુષને સેપ્યા અને કહ્યું કે જે તું તેવા આ ચાર. તમે બધા મારા જ છે. પૂજ્ય, ઋષિ, યતિ, આચાર્ય, ઉપાધ્યાય એવાં તમારાં આદિ નામે થશે. મારું પણ તમારે અરિહન એ નામ લેવું, ને એ નામનું ધ્યાન કરવું. ત્યાર બાદ શિષ્યયુક્ત એ માયામયે ત્રિપુરમાં પ્રવેશ કરી, માયા પ્રકટાવી નજીકના વનમાં શિષ્યસમેત જઈ માયાવીઓને પણ મેહ પમાડે એવી માયા પ્રવર્તાવી. જે જે તે વનમાં દર્શન માટે કે સમાગમ માટે ગયા, તે બધા તે માયામય પાસે દીક્ષિત થયા. નારદ પણ વિષ્ણુની આજ્ઞાથી તે મુંડી પાસે દીક્ષિત થશે. અને ત્રિપુરમાં પ્રવેશ કરી તેના સ્વામી દૈત્યરાજને તેણે નિવેદન કર્યું કે અહીં કોઈ યતિ આવેલ છે. અમે ધણું ધર્મો જોયા પણ તેના જેવો બીજો ધર્મ નથી. એના સનાતન ધર્મને જોઈ અમે તેની દીક્ષા લીધી છે. તારી ઇચ્છા હોય તે તું પણ તેની પાસે દીક્ષા લે. નારનું એ કથન સાંભળી ત્રિપુરપતિ વિદ્યુમ્માલી મુંડી પાસે ગયે–એમ ધારીને કે જેની પાસે નારદે દીક્ષા લીધી તેની પાસે અમે પણ લઈએ. તે રાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90