Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 18
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૨૩ એ શ્રાદ્ધમાં ભજન કરનાર, નિગ્રંથ, શાક્ય, પુષ્ટિને કલુષિત કરનાર એવા જેઓ ધર્મને નથી અનુસરતા તે જ નગ્નાદિ છે. (વડોદરા દેશી કેળવણ ખાતા તરફથી પ્રકાશિત વાયુપુત્ર પૃ૦ ૬૯૪-૬૯૫). શિવપુરાણ કાર્તિકેયે તારકાસુરને માર્યો, ત્યાર બાદ તેના પુત્રએ દારુણ તપ કર્યું. એ તપનુષ્ઠાનથી પ્રસન્ન થઈ બ્રહ્માએ જ્યારે વર માગવા કહ્યું ત્યારે એ તારકપુત્રોએ વર માગ્યું કે ત્રણ પુરેને આશ્રય લઈ અમે પૃથ્વી ઉપર વિચરીએ અને જે એક જ બાણથી એ ત્રણે પુરોનો નાશ કરે તે જ અમારે અંતક (મૃત્યુ) થાય; બીજા કોઈ અમને મારી શકે નહિ. આ વર બ્રહ્માએ કબૂલ કર્યું, ને મયદાનવ પાસે ત્રણ ઉત્તમ પૂરે તૈયાર કરાવી આપ્યાં. તેમાં એ તારકપુત્રે જઈ વસ્યા અને પુરના આશ્રયથી તથા વરદાનથી બહુ બલિષ્ઠ થઈ પડ્યા. તેઓના તેજથી ઈન્દ્રાદિ બધા દે ઝાંખા પડ્યા. અને દુ:ખી થઈ બ્રહ્મા પાસે ગયા, અને પિતાનું દુઃખ વર્ણવ્યું. - બ્રહ્માએ કહ્યું કે મારાથી જ અભ્યદય પામેલ એ ત્રિપુરરાજનો મારા હાથે કેમ નાશ થાય ? તેથી તમે શિવ પાસે જાઓ. દેવ શિવ પાસે ગયા ત્યારે શિવે પણ બ્રહ્મા પ્રમાણે જ કહ્યું, અને ઉમેર્યું કે એ ત્રિપુરપતિઓ, પુણ્યશાળી છે, તેથી તેઓને નાશ શક્ય નથી. એ ઉત્તરથી દુ:ખ પામી દેવ વિખણુ પાસે ગયા. વિષ્ણુએ પણ શિવના ઉત્તરને બેવડાવ્યો, પણ જ્યારે દેવ બહુ ખિન્ન થયા, ત્યારે વિષ્ણુએ ફરી વિચાર કર્યો ને છેવટે યજ્ઞોને સ્મર્યાં. યા આવ્યા અને વિબજીની સ્તુતિ કરવા લાગ્યા. એ ભગવાન વિષ્ણુએ ઇન્દ્રાદિ દેવને કહ્યું કે આ ઉપરાષ્ટ્ર યજ્ઞથી પરમેશ્વર (શિવ) ની અર્ચા કરે. તેથી જ ત્રિપુરજ થશે. વિશેષ વિચારી વળી વિષ્ણુએ દેને કહ્યું આ અસુરે નિષ્પાપ છે, નિષ્પાપને હણી શકાય નહિ, પણ કદાચ તેઓ પાપી હોય તેયે હણવા અશક્ય છે. કારણ કે તેઓ બ્રહ્માના વરથી બલિષ્ઠ બનેલા છે. ફક્ત ના પ્રભાવથી એઓને હણી શકાશે. બ્રહ્મા, દેવ, દેત્ય કે બીજા કમિનિઓ ગમે તે હોય પણ બધા શિવની મહેર વિના એઓને હણી શકશે નહિ. એક શંકર જ લીલામાત્રમાં એ કામ કરશે. એ શંકરના એક અંશમાત્રના પૂજનથી બ્રહ્મા બ્રહ્મત્વ, દેવ દેવત્વ, અને હું વિસ્તૃત્વ પામેલ છીએ. તે માટે એ જ શિવના પુજનથી, લિંગાર્ચન વિધિથી અને અયાગથી આપણે એ ત્રિપુરને જીતીશું. પછી વિષ્ણુ અને દેએ મળી ઉપસ૬ યજ્ઞથી શિવની આરાધના કરી એટલે હજારે ભૂતગણે અનેક જાતનાં શસ્ત્રાસ્ત્રોથી સજજ થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90