Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૧૧૮ ]
દર્શન અને ચિંતન નમૂનાઓને વિશેષ સ્પષ્ટ જાણવા ખાતર પુરાણના તે દરેક સ્થળને ભાવાત્મક સાર નીચે આપવામાં આવે છે.?
નાટક સાહિત્યની રચના બે પ્રકારની છે : એક રચનામાં રચનારને પિતાના સંપ્રદાય કરતાં બીજા વિધી સંપ્રદાય પ્રત્યે મતાંધતાપૂર્વક આક્ષેપ કરવાનો મુખ્ય હેતુ છે અને બીજી રચનામાં તે હેતુ મુખ્ય નથી; પણ કોઈ પણ સંપ્રદાયની રૂઢિગત અતિશયતાને લઈ તે નિમિત્તે હાસ્યરસ નિષ્પન્ન કરવાને અથવા કોઈ પણ સંપ્રદાયના ધર્મગુરુને અમુક પાત્રરૂપે આલેખી કાંઈક નાટકીય વસ્તુ સિદ્ધ કરવાને મુખ્ય પ્રયત્ન છે. પહેલી રચનાનું ઉદાહરણ પ્રબોધચંદ્રોદય છે. બીજી રચનાનાં ઉદાહરણે ચતુર્ભાણુ, મૃછકટિક, મુદ્રારાક્ષસ, મવિલાસપ્રહસન, લકમલક આદિ નાટક અને પ્રહસને છે.
પ્રધચંદ્રોન રચયિતા વૈષ્ણવ હોઈ તેણે વૈષ્ણવ સિવાયના બધા ધર્મોને કાં તે તામસ કાં તો રાજસ ચિત્રિત કરવા અને વૈષ્ણવ સિદ્ધાંતને સાત્વિક તથા સર્વોત્કૃષ્ટ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નમાં તેણે જૈન, બૌદ્ધ, પાશુપત આદિ સંપ્રદાયને બની શકે તેટલા બીભત્સ રીતે વર્ણવવાને પ્રયાસ કર્યો છે. તેને આ હેતુ સમજવા ખરી રીતે આખું પ્રધચંદ્રય નાટક વાંચવું જોઈએ, પણ આ સ્થળે માત્ર ભતાંધતાને મુદ્દો સમજવામાં ઉપગી થઈ પડે તે ખાતર ત્રીજા અંકના અમુક ભાગને અનુવાદ આપવામાં આવે છે. એટલો પણ અનુવાદ વાંચવાંથી પ્રબોધચંદ્રોદયના રચયિતાને સાંપ્રદાયિક અભિનિવેશ સ્પષ્ટ ધ્યાનમાં આવી શકે તેમ છે. ૩
વૈદિક દર્શન સાહિત્યમાંથી મતાંધતાના નમૂના જણાવવા અહીં માત્ર ત્રણ ગ્રંથમાંથી ઉતારી લેવામાં આવ્યા છે. પહેલો ગ્રંથ ત—વાર્તિક, બીજો શાંકરભાષ્ય અને ત્રીજો સાંખ્યતત્ત્વકૌમુદી. તન્નવાતિક એ જૈમિનીય સૂત્ર ઉપરના શાબરભાષ્યની પ્રસિદ્ધ વિદ્વાન કુમારિકૃત ટીકાને એક ભાગ છે.
૧. જુઓ પરિશિષ્ટ ૧.
૨. આશરે ચૌદમા સૈકામાં થઈ ગયેલ શ્રીગભૂપાલકૃત રસાણંવસુધાકરનું પ્રહસન-વિષયક પ્રકરણ વાંચવું જોઈએ. એમાં પ્રહસનના પ્રકારે અને લક્ષણો વર્ણવતાં જે ઉદાહરણ પસંદ કરી મૂકવામાં આવ્યા છે, તે જોવાથી બીજા પ્રકારની રચનાને ઉપર બતાવેલ હેતુ સ્પષ્ટ ધ્યાનમાં આવી શકશે. તે માટે જુઓ રસાéવસુધાકર પૃ. ૨૯૦ થી આગળ.
૩. જુઓ પરિશિષ્ટ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org