Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 14
________________ [ ૧૧૧૯ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન શાંકરભાષ્ય એ અદ્વૈત વેદાન્તના પ્રતિભાસંપન્ન સૂત્રધાર આદિ શંકરાચાર્યની બાદરાયણ સૂત્રે ઉપરની વ્યાખ્યા છે અને સાંખ્યતત્ત્વકૌમુદી એ ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યકારિકા ઉપરની વાચસ્પતિમિશ્રત વ્યાખ્યા છે. કુમાલેિ વૈદિક કર્મકાડના વિધી કોઈ પણ સંપ્રદાય (પછી તે વેદના વિરોધી હોય કે અવિરેધી) પ્રત્યે ઉગ્ર રેવ દાખવી તે સંપ્રદાયની યજ્ઞીય હિંસા ન સ્વીકારવાને કારણે જ અપ્રામાણિકતા બતાવવાની ચેષ્ટા કરી છે, અને બૌદ્ધ ધર્મના પ્રવર્તક ગૌતમના વિષયમાં તે એટલે સુધી કહ્યું છે કે તેણે ક્ષત્રિય છતાં ઉપદેશ કરવાનું અને ભિક્ષા માગવાનું બ્રાહ્મણકૃત્ય સ્વીકાર્યું એટલે એવા સ્વધર્મત્યાગીના સાચાપણું વિષે વિશ્વાસ જ કેવી રીતે રાખી શકાય? શંકરાચાર્ય પણ કુમારિકની પેઠે ગૌતમબુદ્ધ ઉપર એક આરોપ મૂકે છે. તે આરોપ પ્રજાષને. તેઓ કહે છે કે સઘળી પ્રજા આડે રસ્તે દોરાય એ બુદ્ધને પિતાના ધર્મ વિશે દુર્હતુ હતો. જુદાં જુદાં બાર દર્શને ઉપર ટીકા લખવાની ખ્યાતિ મેળવનાર, દાર્શનિક વિચાર અને ભાષામાં અસાધારણ કાબૂ ધરાવનાર વાચસ્પતિમિશ્ર વેદ સિવાયના બધા જ આગમને મિંચ્યા આગમે કહે છે અને તે માટે દલીલ આપતાં એક એવી દલીલ આપે છે કે સ્વેચ્છ વગેરે કઈ કેઈએ જ અને પશુ જેવા હલકટ પુરુષોએ જ વેદભિન્ન આગમ વીકાર્ય છે માટે તે મિથ્યા આગમ છે. ઉપર જે ત્રિવિધ વૈદિક સાહિત્યમાંના મતાંધતા વિષયક નમૂનાઓને ટૂંક પરિચય આપે છે તેને સવિશેષ અને સ્પષ્ટ સમજવા માટે દરેક સ્થળના તે તે ભાગને ભાવાત્મક ટૂંક સાર કે અનુવાદ નીચે આપવામાં આવે છે. લેખના અંતભાગમાં આ ઉતારાઓની સમાલેચનાનું કર્તવ્ય બાકી રાખી હમણાં તે વાચકોનું ધ્યાન એ દરેક પુરાવાઓને કાળજીપૂર્વક વાંચી તેના ઔચિત્ય-અનૌચિત્ય વિશે સ્વયં વિચાર કરવા તરફ ખેંચું છું. (પુરાણવિષયક) પરિશિષ્ટ ૧ વિષ્ણુપુરાણ નગ્ન કોને કહેવાય એવા મૈત્રેયના પ્રશ્નનો ઉત્તર આપતાં પરાશર તેને કહે છે કે જે વેદમાં નથી માનતો, તે નગ્ન. નગ્નના સ્વરૂપ વિશે વધારે ખુલાસે કરવા પરાશર પોતે સાંભળેલી એક વાત બેયને કહી સંભળાવે છે. તે આ ૧. જુઓ પરિશિષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90