Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૦૭ અનિષ્ટ માર્ગે બળ આપનાર બીજું તત્વ એ સાંપ્રદાયિકતા. અહીં સાંપ્રદાવિકતાને અર્થ અને તેને લગતી બીજી ખાસ મુદ્દાની હકીકત પહેલાં જણાવી દેવી અગત્યની છે. વ્યાખ્યા –સંપ્રદાય શબ્દ એ માત્ર રૂઢ કે માત્ર યૌગિક નથી, પણ મિશ્ર (રૂઢયૌગિક) છે. પાતંજલ મત બતાવતાં કુસુમાંજલિમાં તાકિકપ્રવર ઉદયને સંપ્રદાય શબ્દને માત્ર વેદ એટલે જ અર્થ લીધે છે. કેરા અને વ્યવહાર બંને જોતાં એ શબ્દને માત્ર વેદ અર્થ કરે તે સંકુચિત છે. અમર એને અર્થ “ગુરુપરંપરાથી ચાલ્યા આવો સદુપદેશ “ એ કરે છે. અમરકાશનો આ અર્થ વિસ્તૃત અને પ્રથમ અર્થ કરતાં વધારે વાસ્તવિક છે. વૈદિક સંપ્રદાય, બદ્ધ સંપ્રદાય, ચરક સંપ્રદાય, ગોરખ અને મચ્છન્દર સંપ્રદાય ઈત્યાદિ પ્રામાણિક વ્યવહારને લક્ષ્યમાં રાખી અમરકેશમાં જણાવેલ અર્થનું વિશેષ સ્પષ્ટીકરણ કરવું હોય તે આ પ્રમાણે કરી શકાય? એક અગર અનેક અસાધારણ મૂળભૂત વ્યક્તિઓથી ઊતરી આવતે જ્ઞાન, આચાર કે ઉભયને વિશિષ્ટ વારસે તે સંપ્રદાય. આમ્નાય, તંત્ર, દર્શન અને પરંપરા એ સર્વતંત્રપ્રસિદ્ધ શબ્દો સંપ્રદાય શબ્દના ભાવને સૂચવે છે. તે ઉપરાંત માત્ર અને જૈન અને બૌદ્ધ સાહિત્યમાં તીર્થ શબ્દ અને જૈન સાહિત્યમાં સમય શબ્દ પણ એ અર્થમાં વિશેષ રૂઢ છે. સંપ્રદાય માટે તદ્દન સહજ અને ઘરગથ્થુ શબ્દ મત છે. સાંપ્રદાયિકતા એટલે સંપ્રદાયનું અવિચારી બંધન અથવા મોહ. જૈન १. क्लेशकर्मविपाकाशयैरपरामृष्टो निर्माणकायमधिष्ठाय संप्रदायप्रद्योतकोऽनुग्राहकश्चति पातंजला: ।। प्रथम स्तबक, कुसुमा० पृ. ४ “निर्माणकायमधिष्ठाय सर्वसंप्रदायप्रद्योतक इति पातंजलाः " कुसुमा. वाचस्पत्यभिधान पृ. ५२४९ २. अथाम्नायः संप्रदायः । अमरकोश सकीर्णवर्गः श्लो. १५६५ संप्रदायः " गुरु परंपरागते सदुपदेशे, उपचारात् तदुपदेशयुते जने च." અમરોરા વારમિયાન • ૨૪૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 90