Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન ( ૧૧૧૧ વૈદિક સંપ્રદાયના બે વૈષ્ણવ અને શૈવ પ વચ્ચે એટલે સુધી વિધિ નજરે પડશે કે, “શિવ નું નામ ન લેવાય તે માટે વૈષ્ણવ દરજીને “કપડું શીવ” એમ પણ નહિ કહે. આ રીતે ભિન્ન ભિન્ન સંપ્રદાયના લેકે એક જ દેશ અને એક જ કાળમાં સાથે રહેતા તથા અનેક હિતાહિતના પ્રશ્નમાં સમાન ભાગીદાર હોવા છતાં તેના જીવનમાં સાંપ્રદાયિક કટુકતા અને વિરોધની લાગણું પુષ્કળ રહેલી જણાશે. આ બે પ્રકારના વિરોધમાં બ્રાહ્મણ અને શ્રમણનો વિરોધ પ્રથમ પ્રકારમાં વૈયાકરણોએ ગણેલ છે એટલે તે વિરોધ જાતિ-શત્રુતારૂપ છે. બ્રાહ્મણો એટલે સામાન્ય રીતે વેદપ્રતિષ્ઠાપક વર્ગ અને શ્રમણે એટલે વેદમાં ન માનનાર કે વેદવિરોધી વર્ગ. આ બંને વચ્ચેને વિરોધ કારણિક જણાય છે છતાં તે વિરોધને વૈયાકરણેએ જાતિવિધિ કહ્યો છે એમાં ખાસ રહસ્ય સમાયેલું છે. જેમ બિલાડી ઉંદરને જુએ કે તેને પિત્ત ઊછળે અથવા જેમ નકુલ સર્પને જુએ કે તેને કાબૂ જાય તેમ બ્રાહ્મણ અને શ્રમણે એકબીજાને જોઈ ક્રોધાવિષ્ટ થઈ જાય છે એવો અભિપ્રાય વૈયાકરણના જાતિવિરેાધકથનમાં રહેલું છે. ખરી રીતે બ્રાહ્મણે અને પ્રમાણે એકબીજાની સાથે પડોશમાં રહે છે, અનેક કાર્યોમાં સાથે જોડાય છે અને ઘણીવાર તો વિદ્યામાં ગુરુ-શિષ્યને સંબંધ પણ ધરાવે છે. આવી સ્થિતિમાં તેઓને સર્પન્નકુલ જેવા જન્મશત્રુ કહેવા એ ખાસ અર્થસૂચક છે. અને તે એ કે એકવાર ધાર્મિક મતભેદ નિમિત્તે ઊભો થયેલ વિરોધ એ બંનેમાં એટલે સુધી તીવ્ર થઈ ગયો કે એક વર્ગ બીજા વર્ગને જોઈ હૃદયમાં સ્વાભાવિક રીતે જ ચિડાઈ જાય. જેને આજે પણ પ્રાચીન પ્રકૃતિના બ્રાહ્મણ અને શ્રમણનો કાંઈક પરિચય હશે તે આ હકીકતને જરા પણ નિર્મૂળ નહિ કહે. અનેક વ્યવહારમાં સાથે જોડાવા છતાં પણ ધર્માભિમાની બંને વર્ગે પ્રસંગ આવતાં એકબીજા વિષે કાંઈક લસતું બોલવાના જ. આ ઊંડા ધાર્મિક મતાંધતાના વિરોધને કારણિક વિરોધ કરતાં વધારે તીવ્ર જણાવવા ખાતર વૈયાકરણેએ જાતિવિધિની કક્ષામાં મૂકેલે છે. જોકે વસ્તુતઃ જાતિવિરોધ તો નથી જ. શ્રમણમાં વેદવિધી બધાએ આવે છે. બૌદ્ધ, આજીવક, જૈન એ હવે સાંપ્રદાયિકતાના વિશેષ પુરાવાઓ તપાસીએ. પહેલાં વૈદિક સાહિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 90