Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૧૮] દર્શન અને ચિંતન ગ્રંથોમાં દૃષ્ટિરાગ અને બૌદ્ધગ્રંથોમાં દૃષ્ટિ શબ્દ છે તે આ તિમોહ કે સંપ્રદાયબંધનના જ સૂચક છે. માત્ર સંપ્રદાયને સ્વીકાર એ જ સાંપ્રદાયિકતા નથી. કેઈ એક સંપ્રદાયને સ્વીકાર્યા છતાં તેમાં દષ્ટિઉદારતાનું તરવે હેય તે ત્યાં સાંપ્રદાયિકતા નથી આવતી. એ તો સંકુચિત અને એકપક્ષીય અધિદષ્ટિમાંથી ઉદ્દભવે છે. કોઈ પણ સંપ્રદાયની ધુંસરી ન જ સ્વીકારવી અથવા સ્વીકાર્યા પછી તેના મેહમાં અંધ થઈ જવું એ બંને પરસ્પરવિધી છેડાએ છે, અને તેથી તે એકાંતરૂપ છે. એ બે છેડાઓની વચ્ચે થઈને નીકળતે પ્રામાણિક મધ્યમ ભાગ દૃષ્ટિઉદારતાને છે. કારણું, એમાં સંપ્રદાયને સ્વીકાર છતાં મિથ્યા અસ્મિતાનું તત્વ નથી. કોઈ પણ જાતના સંપ્રદાયને માનો એમાં મનુબની વિશેષતારૂપ વિચારશક્તિની અવગણના છે. અને સંપ્રદાય સ્વીકારીને તેમાં અંધપણે બદ્ધ થઈ જવું એ સમભાવને ઘાત છે; જ્યારે દષ્ટિઉદારતામાં વિચાર અને સમભાવ બને તો સચવાય છે. જે રાગમાં દેશનું બાજ સમાતું હોય તે રાગ, પછી તે ગમે તેવા ઉત્તમોત્તમ ગણાતા વિષયમાં એ કેમ ન હોય છતાં, વ્યાહરૂપ હોઈ ત્યાજ્ય છે. અજ્ઞાન એ જેમ મનુ ને સત્યથી દૂર રાખે છે તેમ એ વ્યામોહ પણ તેને સત્યની નજીક આવતાં અટકાવે છે. દષ્ટિઉદારતામાં સત્યની સમીપ લઈ જવાનો ગુણ છે. બે દાખલાથી આ વસ્તુ વધારે સ્પષ્ટ કરીએ. ચિકિત્સાની એલોપેથિક કે બીજી કઈ પદ્ધતિ સ્વીકાર્યા પછી તેમાં એટલા બધા બંધાઈ જવું કે ગમે તે વ્યકિત માટે અને ગમે તેવા દેશકાળમાં અને ગમે તેવી પરિસ્થિતિમાં તે જ પદ્ધતિની ઉપયોગિતા સ્વીકારવી, અને બીજી તમામ પદ્ધતિઓ વિષે ક તે દેશવૃત્તિ અને કાં તો ષમૂલક ઉદાસીનતા દાખવવી એ સંપ્રદાયવ્યામહિ, તેથી ઊલટું કોઈ પણ એક પદ્ધતિને સવિશેષ આશ્રય લીધા પછી પણ ઈતર પદ્ધતિઓના વાસ્તવિક અંશે તે તે પદ્ધતિની દષ્ટિએ માન્ય રાખવા એ દષ્ટિઉદારતા. ચશ્માની મદદથી જેનાર એમ કહે કે ચશ્મા સિવાય માત્ર આંખથી વસ્તુનું યથાર્થ જ્ઞાન સંભવે જ નહિ, તે એ દૃષ્ટિરાગ; અને ચશ્માની મદદથી જેનાર બીજો એમ કહે કે ચા વિના પણ અન્ય કેટલાય જણ વસ્તુનું યથાર્થ જ્ઞાન કરી શકે છે, તે એ દષ્ટિઉદારતા. . કારણમીમાંસા –ધર્મને વિકૃત કરનાર મતાંધતા મનુષ્યબુદ્ધિમાં દાખલ થાય છે તેનું શું કારણ? એને વિચાર કરતાં જણાશે કે જેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 90