________________
રહે છે
અવલોકન
આ કૃતિનું એક વધુ જમાપાસું એ છે કે લેખકે મૂળ પ્રાચીન કૃતિઓને જ આધાર લીધે છે ત્યારે તેમના ચિંતનની મીમાંસા આ આચાર્યોના સમયાનુક્રમમાં જ કરી છે, અને પરિણામે એક-એક વિચારની કમિક ઉત્ક્રાંતિ સ્પષ્ટાકાર કરવાની તક લેખકને સાંપડી છે. આ આલોચના–મીમાંસા વિશદ છે, સ્પષ્ટ છે, વિષયોને મોટે ભાગે સર્વગ્રાહી આલેખ આપે છે. વિષયના નિરૂપણમાં દરેકનું કાવ્યગત મહત્ત્વ જળવાય તે ઉપરાંત તેમાં કોઈ વિગતે આ પવાની બાકી ન રહી જાય તેને પણ તેમણે ખ્યાલ રાખ્યો છે. અહીં લેખક સર્વે રીતે સફળ થયા છે. હા, એમ જરૂર લાગે છે કે દરેક મુદ્દાની વિશ્લેષણને અંતે લેખકે પિતાની સમીક્ષા પૂરતા પ્રમાણમાં આપી હતી તે આ ગ્રંથની ગુણવત્તા વિશેષ વધી જાત. વળી એમ પણ લાગે છે કે અંતિમ બેલાસમાં કવિશિકા ની ચર્ચા થેડી વધુ વિગતે થવી જરૂરી હતી.
ભારતીય સાહિત્યવિચારની સમૃદ્ધિ જે શબ્દશક્તિવિચાર, ધ્વનિવિચાર અને રસ- . વિચારમાં રહેલી છે, તે વિશ્વના સાહિત્યવિચારને પણ નિશ્ચિત પ્રદાનરૂપ બનવાની ક્ષમતા ધરાવે છે. સાથે આ ત્રણ પરના ચિંતન ની મીમાંસા ભલભલા મેધાવી વિદ્વાનની કસોટી કરે તેવી છે. અહીં એ નોંધપાત્ર છે કે આ ત્રણ મુદ્દાની મીમાંસા એ આ ગ્રંથની મોટામાં મોટી સિદ્ધિ છે. રસમીમાંસાનાં ત્રણ પ્રકરણમાં તો લેખકની મેધા સોળે કળાએ ખીલી " છે. આ રસચિંતનની સૂક્ષ્મતા, મૌલિકતા તથા તેનું સર્વે અહીં પૂરાં અભિવ્યક્ત થાય છે. આ સાથે એટલું લાગે છે કે નાટયરસ અને કાવ્યરસને પરસ્પર સંબંધ અને ભેદ વિશે વિગતે ચર્ચાવાં જરૂરી હતાં.
ભારતીય સાહિત્યવિચારનાં પ્રાણપ્રદ તોની ચર્ચા ઉપરાંત તેના આનુષંગિક મુદ્દાઓ લેખક મીમાંસાની એરણ પર ચડાવે છે. આમાં ખાસ કરીને ગુણવિચાર, રીતિ–માર્ગવિચાર, અલંકારવિચાર અને વક્તિવિચારના ઉલ્લાસમાં લેખકનાં અભ્યાસ, ચેકસ ઇ, સ્પષ્ટતા સર્વગ્રાહિતા અને વૈજ્ઞાનિકતા આપણને પ્રસન્નકર બને છે.
ચોવીસ ઉલ્લાસને અંતે લેખક આપણને આ સમગ્ર અભ્યાસની કૂલશ્રુતિ ફક્ત ચાર પાનાંમાં એટલે કે અત્યંત સંક્ષેપમાં આપે છે. ખરેખર સ્વાભાવિક અપેક્ષા એ રહે કે આ ફલશ્રુતિ સમીક્ષાત્મક બને અને તેમાં ભારતીય સાહિત્યવિચારની તારિવકતા તથા સમૃદ્ધિ, તેની ઉત્ક્રાંતિ તથા વિશ્વની આલોચના તથા વિશ્વના સૌંદર્યશાસ્ત્રને તેનું પ્રદાન લેખક રજ કરે. ભારતીય ચિંતનમાં કાવ્યમીમાંસાના વિષયની આગવી સૂઝ, ઊંડું ચિંતન, વૈવિધ્ય, તલસ્પર્શી અવગાહન વગેરેની સમૃદ્ધિની સમીક્ષા લેખક આપે. સાથે એ પણ અપેક્ષિત હતું કે ફલશ્રુતિ આ ગ્રંથના સમગ્ર ચિંતન અને ભારતીય સાહિત્યશાસ્ત્રના તરતની સમીક્ષા આપે.
અથાગ પરિશ્રમ સાથે તૈયાર કરવામાં આવેલા આ મૂલ્યવાન ગ્રંથની લેખનપદ્ધતિ બાબત બે-ચાર નાનાં સૂચને આપવાં જરૂરી જણાય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org