________________
નરસિંહ મહેતાનાં બે અપ્રગટ પદ
સંપા. ઉષાબેન દેસાઈ
ગુજરાતી ભાષાના આદ્યકવિ નરસિંહ મહેતા તેમના ભાવવાહી પદ માટે જાણીતા છે. આજ સુધીમાં તેમના પદના જુદા જુદા કેટલાંક સંગ્રહ પ્રગટ થયા છે. જેમાં નેધપાત્ર છે: ૧. ડ. શિવલાલ જેસલપુરા સંપાદિત “નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, ૨. ડ. રતિલાલ દવે સંપાદિત નરસિંહ મહેતાના અપ્રકાશિત પદ' (સંધિ વર્ષ–૯. ૧૯૮૦-૮૧).
આ બે સંગ્રહમાં નરસિંહના અત્યાર સુધીના સમસ્ત પદે પ્રસિદ્ધ થઈ ગયા છે. છતાં હજી અનેક પદે વિવિધ જ્ઞાનભંડારોની હસ્તપ્રતમાં સચવાઈ રહ્યા હોવાનો સંભવ છે. અહી આવા અપ્રગટ બે પદ જે મને લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના એક ગુટકામાંથી મળી આવ્યા છે તે વિદ્યાને સમક્ષ રજુ કરું છું. જે પ્રતમાંથી આ બંને પદે મળ્યાં છે તેનું વિવરણ આ પ્રમાણે છે-શ્રી જૈનસંધ-ખેડા ગ્રંથસંગ્રહ, પ્રતિક્રમાંક ૩૨૧૮૫. આ પ્રતમાં પ્રથમ ૧ થી ૬ પત્ર નથી. ૭ થી ૧૮ પત્રો છે. પ્રતનું મા૫ ૨૧.૫૪ ૧૨.૫ સે.મી. છે. પત્રો બાંધેલાં-ગુટકારૂપે-છે. પત્ર નં. ૫ર ઉપર પ્રથમ પદ . પ્રથમ પદને વિષય વિરહ છે. પત્ર નં. ૫૩ ઉપર દ્વિતીય ૫દ છે જે ભક્તિ વિષયક પદ છે. આ પ્રતમાં હરિદાસ, સુરત અને નરસિંહના પદનો સંગ્રહ છે. હરિદાસ રચિત “નરસિંહ. મહેતાના પુત્રને વહેવાર' નામક કૃતિ આ પ્રતમાં આપેલી છે. આ પ્રત સંવત ૧૭૮૨ આવણ વદી ૧૧, કડાદના ખેડાવાલ બ્રાહ્મણ દવે જગેશરરામે લખી છે.
૫દ-૧
[રાગ શમેરી] મારે પીઉજી પીર ન જાને રે, મારે વાલેછ પીડ ન જાને રે, હું પીઉલ્સ નેહ ધરું, વાલે નવી નવી નાર વખાને રે......પીઉજી પાંચ માસની હુ પરનાવી, તારે ન જાનું મેં કાંઈ રે, ભર રે જોન માંહાં નહી મળે તે, મારી હેશ રહી મન માંહે રે.....પીઉછ હું છું નારી નાથ તમારી, જેમ રાખે તેમ રઈએ રે, પર-કરશને પાલવ ગ્રહીને,
પ્રતીવ્રતા કેમ કહાવે રે.....પીજી ૧. પુરુષને
(૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org